Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજ્યમાં 19 થી 21 જુલાઇ સુધી અતિભાર વરસાદની શક્યતા

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનરશ્રી દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

monsoon

રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજયમાં થયેલ વરસાદની માહીતી આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં તા.૧૯/૦૭/૨૦૨૩ થી તા.૨૧/૦૭/૨૦૨૩ દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.

સિંચાઇ વિભાગના અધિકારી ઘ્વારા જળાશયો વિશે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૪૩ જળાશય હાઈ એલર્ટ, ૧૮ જળાશય એલર્ટ અને ૧૯ જળાશય વોર્નિંગ પર છે.

કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે ૭૧.૩૧% વાવેતર થયું છે.

એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ બેઠકમાં આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઉર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X