For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ્વારકાધીશના મંદીર પર પડી વિજળી, ધ્વજા ખંડિત થઇ, વિડીયો વાયરલ

દેશ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળી સાથે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ વરસ્યો હતો. અહી વિજળી સાથે વરસાદ દરમિયાન દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી

|
Google Oneindia Gujarati News

દેશ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં વીજળી સાથે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદ વરસ્યો હતો. અહી વિજળી સાથે વરસાદ દરમિયાન દ્વારકાધીશના શિખર ધ્વજ પર વીજળી ત્રાટકી હતી, જેમાં ધ્વજા ખંડિત થઈ છે. દ્વારકાધીશના ધ્વજ પર વીજળી ત્રાટકતી હોય તેવો વીડિયો સોશિયલ મીડીયામાં વાયરલ થઇ રહ્યાં છે. લોકોના જણાવ્યા અનુસાર કુદરતી પ્રકોપને દ્વારકાધીશે પોતાના શિરે લીધા હોઈ તેવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા હતા.

Dwarka

દ્વારકાનું મુખ્ય મંદિર, જગત મંદિર (સાર્વત્રિક મંદિર) અથવા ત્રિલૉક સુંદર (ત્રણેય દુનિયામાં સૌથી સુંદર) તરીકે ઓળખાય છે. આ મંદીર ભગવાન કૃષ્ણના મહાન પૌત્ર, વજ્રનાભ દ્વારા બાંધવામાં આવ્યુ છે તેવું માનવામાં આવે છે, તે અરબી સમુદ્રના પાણીમાંથી ઉદભવતી એક ભવ્ય રચના છે.

આ મંદિર નરમ ચૂનાના પત્થરથી બનેલું છે અને તેમાં એક પાર્શ્વ, દ્વારમંડપ અને લંબચોરસ હૉલનો સમાવેશ થાય છે જે ત્રણ બાજુઓ પર છે. ત્યાં બે પ્રવેશદ્વાર છે: સ્વર્ગ દ્વાર (સ્વર્ગ માટે દ્વાર), જ્યાં યાત્રાળુઓ પ્રવેશ કરે છે, અને મોક્ષ દ્વાર (મુક્તિ માટે દ્વાર), જ્યાં યાત્રાળુઓ બહાર નીકળી જાય છે.

English summary
Lightning strikes in Dwarkadhish temple, Video Viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X