For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના મંત્રીમંડળ માટે આ નેતાઓએ લીધા શપથ

|
Google Oneindia Gujarati News

narendra modi
ગુજરાતમાં ભાજપને ફરી બહુમતી મળતા ચોથી વખત મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી બુધવારે 26 ડિસેમ્બરે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે શપથ ગ્રહણ કર્યાં છે. તેમની સાથે કેટલાક કેબિનેટ અને કેટલાક રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ મુખ્યમંત્રી એકલા જ શપથ લેશે તેવું આયોજન કરવાની ગોઠવણી ચાલી રહી હતી. હવે તેમની સાથે 6 કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને 10 રાજ્ય કક્ષાના મંત્રીઓ શપથ લેવાના છે તેવા અહેવાલો મળી રહ્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર મંત્રીમંડળમાંથી વજુભાઇ વાળા અને નરોત્તમ પટેલને પડતા મૂકવામાં આવે એવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે.

મુખ્યમંત્રી

- નરેન્દ્ર મોદી

કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સપથ લેનારા નેતાઓ

- નીતિન પટેલ

- આનંદી બેન પટેલ

- રમણલાલ વોરા

- ભુપેન્દ્રસિંહ ચુડાસમા

- સૌરભભાઇ પટેલ

- ગણપતભાઇ વસાવા

- બાબુભાઇ બોખિરિયા

રાજ્યકક્ષાના મંત્રી તરીકે સપથ લેનારા નેતાઓ

- પુરષોત્તમ સોલંકી

- પર્વત પટેલ

- વસુબેન ત્રિવેદી

- પ્રદીપસિંહ જાડેજા

-લીલાધર વાઘેલા

- રજનીકાંત પટેલ

- ગોવિંદ પટેલ

- નાનુભાઇ વાનાણી

- જયંતીભાઇ કવાડિયા

નોંધનીય છે કે શપથ સમારોહ નિર્ધારિત સમય કરતા થોડો મોડો શરુ થયો હતો. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આ શપથવિધિ સમારોહ ચાલી રહ્યો હોય આસપાસના વિસ્તારમા ટ્રાફિક સમસ્યા સર્જાઇ છે. શપથવિધિ બાદ નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત નાગરિકોને સંબોધન કર્યું હતું.

English summary
narendra modi took oath as a CM and other 16 MLAs took oath as minister of cabinet and state level.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X