Video: જામનગરમાં સીસીટીવીમાં ઝીલાઈ લોહીયાળ હત્યા
જામનગરમાં અંગત અદાવત રાખી, રસ્તા પર બે લોકોએ યુવકને કર્યો અધમૂવો, જુઓ આ વીડિયો
જામનગરમાં એક બાપ દીકરાએ ધોળા દિવસે રસ્તા પર એક યુવકની હત્યા કરી નાંખી. જોકે ત્યાંથી પસાર થતા લોકોએ આ ઘટના અટકાવવાની તસ્દી પણ નહોતી લીધી. જે આપ સીસીટીવીમાં જોઈ શકો છો. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મંગળવારે સાંજે જૂની અદાવતના કારણે એક યુવકની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી હતી.
મૃતક યુવક અને આરોપીઓના પરિવાર વચ્ચે ફેબ્રુઆરી માસમાં થયેલા એક ઝઘડાનું મનદુઃખ રાખી હેંભાભા આંબલીયા નામના યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જો કે આ સમગ્ર બનાવ નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતાં પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીઓની ઓળખ કરી ઝડપી પાડ્યા.

સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે યુવક સાથે પહેલા આરોપીઓ સૌ પ્રથમ બાઈક પર કંઈક બોલાચાલી કરે છે. ત્યારબાદ યુવક બાઈકની નીચે ઉતરતા જ આરોપી અને તેનો પુત્ર તેના પર છરી વડે તૂટી પડે છે. યુવાન પર છરી અને પત્થરોના અનેક ઘા મારી આરોપીઓ આસાનીથી પોતાની મોટરસાયકલ પર ફરાર થઈ જાય છે.
જો કે ત્યારબાદ પોલીસે આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. ત્યારે આ સમગ્ર ઘટનાનો લાઇવ વીડિયો જુઓ અહીં...












Click it and Unblock the Notifications
