For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લૉકડાઉન વચ્ચે લોકો રાબેતા મૂબજ ઘરની બહાર લટાર મારવા નીકળી પડ્યા

લૉકડાઉન વચ્ચે લોકો રાબેતા મૂબજ ઘરની બહાર લટાર મારવા નીકળી પડ્યા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ કોરોનાવાઈરસના કહેરને પગલે ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વોડદરા, ગાંધીનગર અને કચ્છને 25 માર્ચ સુધી લૉકડાઉન કરવામાં આવ્યું છે. જનતા કર્ફ્યૂના બીજા દિવસેથી જ આ લૉકડાઉન કરાયું પરંતુ લોકો 3 દિવસ પણ ઘરે બેસી ના શક્યા. કોઈ ઑફિસે જવા નીકળી પડ્યું, તો કોઈ રસ્તાઓ પર લટાર મારવા નીકળી પડ્યું છે. જો કે અમદાવાદમાં મોટાભાગની બિનજરૂરી દુકાનો બંધ જોવા મળી પરંતુ લોકોએ સમજવાની જરૂર છે કે લૉકડાઉનમાં તેમણે પણ સહયોગ આપવાનો હોય. તેમના સહયોગ વિના જે ઉદ્દેશ્યથી લૉકડાઉન કરવામાં આવ્યું તેનો હેતુ પાર ના પડી શકાય.

લોકો રસ્તા પર નીકળી આવ્યા

લોકો રસ્તા પર નીકળી આવ્યા

અમદાવાદના શાસ્ત્રીનગર અને સાઉથ બોપલ વિસ્તારમાં લોકોની અવરજવર જોવા મળી. જો કે સામાન્ય દિવસ કરતા આજે વાહનોની અવરજવર ઓછી હતી. માત્ર અમદાવાદ જ નહિ બેંગ્લોરમાં પણ આવી જ સ્થિતિ છે, બેંગ્લોરમાં તો સિગારેટની દુકાનો પણ ખુલ્લી જોવા મળી હતી.

અમદાવાદમાં 144 લાગૂ

અમદાવાદમાં 144 લાગૂ

જણાવી દઈએ કે લૉકડાઉનના ઓર્ડરમાં સરકારે કહ્યું હતું કે, ગ્રોસરી સ્ટોર, બેકરી, હોસ્પિટલ, મેડિકલ સ્ટોર, પેટ્રોલ પંપ સહિતની અન્ય જરૂરી ચીજ વસ્તુઓની સર્વિસ ચાલુ રહેશે. લોકોની અવરજનવર પર કોઈ પ્રતિબંધ નથી. જો કે અમદાવાદમાં 144 લાગૂ હોવા છતાં લોકો તેનું પાલન નથી કરી રહ્યા. લોકોએ ખુદ આ મામલે સમજવું જોઈએ, સરકાર કે તંત્ર દબાણ કરે એ વ્યાજબી ના કહેવાય.

લોકડાઉનમાં લોકોની પણ જવાબદારી

લોકડાઉનમાં લોકોની પણ જવાબદારી

કોવિડ 19 વાયરસને ફેલાતો અટકાવવા માટે લૉકડાઉન કરવું અત્યંત આવશ્યક બની ગયું છે. દરરોજ નવા કેસો નોંધાઈ રહ્યા છે, ત્યારે રોગચાળો કાબૂમાં આવે તે સુનિશ્ચિત કરવા સરકારે આકરા પગલાં ભરવા પડ્યાં હતાં.

Coronavirus: ચીનથી આવ્યા ચિંતાજનક સમાચાર, 39 નવા મામલા, 9 લોકોના મોતCoronavirus: ચીનથી આવ્યા ચિંતાજનક સમાચાર, 39 નવા મામલા, 9 લોકોના મોત

English summary
Lockdown in Ahmedabad, people couldn't stayed home for a while
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X