For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છોટાઉદેપુર જિલ્લામાં 13 ઓગસ્ટે જિલ્લા અને તાલુકા મથકોએ લોક અદાલત યોજાશે!

છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા મથકો ખાતે આગામી 13મી ઓગસ્ટના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં કોર્ટ કાર્યવાહીમાં દાખલ થયેલા કેસો અને અદાલતમાં દાખલ થાય તે પહેલા કેસો હાથ પર લેવામાં આવશે.

By Desk
|
Google Oneindia Gujarati News

છોટાઉદેપુર જિલ્લા અને તાલુકા મથકો ખાતે આગામી 13મી ઓગસ્ટના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં કોર્ટ કાર્યવાહીમાં દાખલ થયેલા કેસો અને અદાલતમાં દાખલ થાય તે પહેલા કેસો હાથ પર લેવામાં આવશે. જેમાં ફોજદારી સમાધાન લાયક, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, બેન્ક લેણા, મોટર અકસ્માત વળતરને લગતા, લગ્ન વિષયક, મજૂર અદાલતના, જમીન સંપાદનને લગતા અને ઇલેકટ્રીસીટી અને પાણીના બીલો, રેવન્યુ તેમજ દિવાની પ્રકારના સમાધાન લાયક કેસો હાથ પર લેવામાં આવશે.

court

પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસોનો નિકાલ થાય અને પક્ષકારો વિવાદમુકત બને તે માટે આ લોક અદાલત ઘણી આવશ્યક બની ગઇ છે. પક્ષકારોની સમજણ અને સમજૂતિથી કેસનો નિકાલ કરવાથી અપીલ થતી નથી જેથી ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે છે.

ત્યારે, 13 ઓગસ્ટના રોજ યોજાનાર લોક અદાલતમાં તમામ પક્ષકારોને સક્રિય ભાગ લેવા અને જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક અદાલતમાં મુકવા માંગતા હોય તેઓએ તેઓના વકીલ મારફત અથવા સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી તેઓનો કેસ લોક અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકશે. આ લોક અદાલતને સફળ બનાવવા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, છોટાઉદેપુર તરફથી અનુરોધ કરાયો છે.

English summary
Lok Adalat will be held in Chhotaudepur district on August 13 at the district and taluka headquarters!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X