ગુજરાતના રાજભવનનું નામ બદલાયુ, હવે આ નામે ઓળખાશે
ગુજરાતના રાજભવનનું નામ હવે લોકભવન રહેશે. જનકેન્દ્રી શાસનને પ્રોત્સાહન આપવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ જાહેરાત કરી છે.

નવા લોકભવન માત્ર રાજ્યપાલના નિવાસસ્થાન કે કાર્યાલય પૂરતું સીમિત નહીં રહે. તેને રાજ્યના નાગરિકો – વિદ્યાર્થીઓ, સંશોધકો, ખેડૂતો, સિવિલ સોસાયટી અને સામાજિક જૂથો સાથે સંવાદ અને સહયોગના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવશે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ભારપૂર્વક જણાવ્યું કે, લોકભવનનો મુખ્ય સિદ્ધાંત એ છે કે લોકો સર્વોપરી છે. આ સંસ્થાએ સરકાર અને નાગરિકો વચ્ચે સેવા તથા સહયોગનો સેતુ બનવું જોઈએ. રાજભવન માત્ર તેની બંધારણીય જવાબદારીઓ પૂરતું સીમિત ન રહે; સાચું 'લોકભવન' એ છે જે સમાજના કલ્યાણ, આકાંક્ષાઓ અને ચિંતાઓ સાથે સક્રિયપણે જોડાયેલું રહે.
છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજભવને જનકલ્યાણ માટે અનેક પહેલ કરી છે. જેમાં પ્રાકૃતિક ખેતી અભિયાન, યુનિવર્સિટીઓમાં નૈતિક શિક્ષણ, યુવાનો-સંશોધકો સાથે સંવાદ, પર્યાવરણ સંરક્ષણ, મહિલા સશક્તિકરણ અને આદિજાતિ વિકાસ કાર્યક્રમો પ્રમુખ છે. આ નામ બદલવાથી નાગરિક કેન્દ્રિત શાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્રઢ બની છે.












Click it and Unblock the Notifications
