Lok sabha Election 2024: ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 658 ઉમેદવારી ફોર્મ ભરાયા
Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ હતી. 26 લોકસભાની બેઠકો પર કુલ 658 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ સાથે 5 વિધાનસભા બેઠકો માટે 58 ફોર્મ ભરાયા છે. 12 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ રાજ્યમાં ફોર્મ જમા થવા લાગ્યા હતા.
ઉમેદવારી પત્રોની ચકાસણી 20 એપ્રિલે થશે, જ્યારે 22 એપ્રિલ સુધી નામો પરત ખેંચવામાં આવશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં રાજ્યની તમામ લોકસભા બેઠકો માટે 7 મેના રોજ એક સાથે મતદાન થશે. તે જ દિવસે 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન થશે.
ગાંધીનગર લોકસભા બેઠક માટે કુલ 53 ફોર્મ ભરાયા હતા, જે ગુજરાતમાં સૌથી વધુ ઉમેદવારી પત્રો છે. જોકે, સાચુ ચિત્ર ઉમેદવારી પત્રોની ચકાસણી અને ત્યારબાદ નામાંકન પરત ખેંચ્યા બાદ બહાર આવશે. રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ફોર્મ ભર્યું છે.

આ બેઠક પર ક્ષત્રિય સમાજે ભાજપ પાસે પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગણી કરી હતી. જેના વિરોધમાં ક્ષત્રિય સમાજે મોટી સંખ્યામાં ક્ષત્રિય ઉમેદવારોને મેદાનમાં ઉતારવાની વાત કરી હતી, જોકે તેની કોઈ અસર થઈ ન હતી અને રાજકોટમાંથી 28 લોકોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ ઉપરાંત આણંદમાં 18 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.
આવા સમયે બનાસકાંઠામાં 24, બારડોલીમાં 9, ભરૂચમાં 26, ભાવનગરમાં 30, છોટા ઉદેપુરમાં 18, દાહોદમાં 23, જામનગરમાં 32, જૂનાગઢમાં 26, કચ્છમાં 16, ખેડામાં 25, મહેસાણામાં 17, નવસારીમાં 35, પંચમહાલમાં 19, પોરબંદરમાં 24, સાબરકાંઠામાં 29, સુરતમાં 24, વડોદરામાં 34 અને વલસાડમાં 16 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે.
વિધાનસભા પેટાચૂંટણીમાં વિજાપુરમાંથી 15 ઉમેદવારી - રાજ્યની 26 લોકસભા બેઠકો સાથે રાજ્યમાં 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની પ્રક્રિયા પણ લોકસભા ચૂંટણી સાથે થઈ રહી છે. જે અંતર્ગત ખંભાતમાંથી 10, માણાવદરમાંથી 9, પોરબંદરમાંથી 11, વાઘોડિયામાંથી 13 અને વિજાપુરમાંથી 15 ઉમેદવારી પત્રો ભરાયા છે.
ખંભાત, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાના કારણે ખાલી પડી હતી, જ્યારે વાઘોડિયાના અપક્ષ ધારાસભ્યે રાજીનામું આપી દીધું હતું. આ તમામ ભાજપમાં જોડાયા છે અને આ વખતે ભાજપની ટિકિટ પર ઉમેદવાર બન્યા છે.












Click it and Unblock the Notifications
