Lok Sabha Election 2024 : બીજેપીમાં જોડાવાની અટકળો વચ્ચે નિલેશ કુંભાણી લાપત્તા

સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ પાર્ટી સાથે ગદ્દારી કરીને બીજેપીને બિનહરીફ જીતાડી દિધી હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણી શંકાસ્પદ રીતે ગાયબ થઈ ગયા છે.

સમાચારો આવી રહ્યા હતા કે નિલેશ કુંભાણીબીજેપીમાં સામેલ થવા જઈ રહ્યા છે. હવે આ અહેવાલો વચ્ચે તે સંપર્ક ક્ષેત્રથી બહાર છે અને કોંગ્રેસ કાર્યકર્તા તેના ઘર બહાર વિરોધ કરી રહ્યાં છે.

Nilesh Kumbhani

ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતના એક દિવસ પહેલા નિલેશ કુંભાણીનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. તેમના દરખાસ્તકારોની સહીઓમાં ગેરરીતિ હોવાનું કારણ આપીને નામાંકન રદ કરવામાં આવ્યા હતા.

આ પછી અચાનક બાકીના 8 ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચી લીધા અને હંગામો સર્જાયો. જે બાદ ભાજપે સુરતની બેઠક પર મતદાન કર્યા વિના પ્રથમ લોકસભાની ચૂંટણી જીતી લીધી.

હવે મીડિયા રિપોર્ટ અનુસાર, નિલેશ કુંભાણીનો ફોન પર સંપર્ક થઈ શક્યો નથી. આ ઘટના બાદથી તે લાપત્તા છે. નિલેશ ટૂંક સમયમાં ભાજપમાં જોડાવાના સમાચાર વચ્ચે કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ છે. તેઓ નિલેશના ઘરની બહાર જનતાના ગદ્દાર અને લોકશાહીના ખૂની જેવા સૂત્રો સાથે પોસ્ટરો સાથે વિરોધ કરી રહ્યા છે.

બીજી તરફ કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. પાર્ટીએ ગુજરાતમાં બીજેપી પર ખોટો અને અયોગ્ય પ્રભાવ હોવાનો આરોપ લગાવ્યો છે અને ચૂંટણી પ્રક્રિયા ફરી કરવાની માંગ કરી છે.

પાર્ટીના પ્રવક્તા અભિષેક સિંઘવીએ દાવો કર્યો કે, સુરતમાં કુંભાણીને ચાર પ્રસ્તાવકારો દ્વારા નામાંકિત કરવામાં આવ્યા હતા પરંતુ અચાનક બધાએ સહી કરવાનો ઇનકાર કરી દીધો.

આ ઘટના પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે, આ કોઈ સંયોગ નથી. ઉમેદવાર કેટલાય કલાકોથી ગુમ છે અને જ્યારે તે ફરીથી દેખાયો ત્યારે અમને ખબર પડી કે દરેક અન્ય ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. રિટર્નિંગ ઓફિસરે તેમની ઉમેદવારી નકારી કાઢી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X