Lok sabha Election 2024: વર્ચ્યુઅલ રિયાલિટી આધારિત ઈલેક્શન મેટાવર્સ નું લોન્ચિંગ કરાયું
Lok sabha Election 2024: તારીખ 07 મે, 2024 ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે, જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે.
પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિતના મતદારો માટે રાજ્યના અગ્રણી મીડિયા ગૃપ GTPL અને Virtual Heights દ્વારા ઈલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના હસ્તે આ ઈલેક્શન મેટાવર્સનું CEO કચેરી ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો સહભાગી થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.
આ સાથે જ મતદારોને મતદાન માટે સુગમતા રહે તે માટેના પ્રયાસોમાં ગુજરાતનું અગ્રણી મીડિયા સમૂહ GTPL અને Virtual Heights સહભાગી થયા છે. આ લોકસભાની ચૂંટણીમાં આશરે 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે.

પહેલી વખત મતદાન કરનારા મતદારો સહિતના તમામ મતદારો મતદાન પ્રક્રિયા વિશે અનેક મૂંઝવણો અનુભવતા હોય છે. આથી તેઓ મતદાન પ્રક્રિયાનો Virtual Reality દ્વારા જાત અનુભવ કરી શકે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સહભાગીતામાં GTPL અને Virtual Heights દ્વારા ઈલેક્શન મેટાવર્સને વિકસાવવામાં આવ્યું છે.
વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ટેક્નોલોજીની મદદથી કમ્પ્યુટર અને એન્ડ્રોઈલ મોબાઈલ મારફત મતદાર પોતે વર્ચ્યુઅલી મતદાન મથકમાં પ્રવેશથી લઈ મતદાન કરવા સુધીની સમગ્ર પ્રક્રિયાનો જાતે અનુભવ કરી શકશે. https://learn2vote.ceogujaratgov.com/ પર ક્લિક કરી ઈલેક્શન મેટાવર્સનો ઉપયોગ કરી શકાશે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત




Click it and Unblock the Notifications
