Lok Sabha Election 2024: ગુજરાતમાં કયા મુદ્દે લડાઇ રહી છે ચૂંટણી, ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર
Lok Sabha Election 2024: રાજનૈતિક પર્યવેક્ષકોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદૂ ગુજરાતમાં ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણીમાં મતદાતાઓને પ્રભાવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ એક જ ચરણમાં યોજાશે. જ્યારે મત ગણતરી 4 જૂનના રોજ થશે. સત્તા વિરોધી, બેરોજગારી, મોંઘવારી, શિક્ષણ અને આરોગ્યસંભાળની સુવિધાઓ એ ચૂંટણીના અન્ય કેટલાક મહત્વના મુદ્દાઓ છે.
ગુજરાતમાં સત્તારૂઢ ભાજપ 2019માં જીતેલી તમામ 26 લોકસભા બેઠકો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. ગુજરાત તે રાજ્યોમાંનું એક છે, જે સંસદના નીચલા ગૃહની ચૂંટણીના પરિણામો નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
ગુજરાતની ચૂંટણીમાં કેટલાક મુદ્દા નિર્ણાયક ભૂમિકા ભજવશે
ક્ષત્રિય સમાજનો વિવાદ - ક્ષત્રિય સમાજ અંગેના વિવાદાસ્પદ નિવેદનના કારણે રાજ્યવ્યાપી વિવાદ વકર્યો છે, ક્ષત્રિય સમુદાય દ્વારા પરષોત્તમ રૂપાલાની ત્રણ માફી વાર માંગવા છતાં, ક્ષત્રિય સમાજ રાજકોટની બેઠક પરથી ઉમેદવારી પાછી ખેંચવાની માંગ પર અડગ છે. આ મુદ્દાની અસર ભાજપની વોટ ટકાવારી પર થઇ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ : શાસક ભાજપ પાસે વડાપ્રધાન મોદી નામનું ટ્રમ્પ કાર્ડ છે, જેઓ ગુજરાતના છે અને દેશના ટોચના પદ સંભાળતા પહેલા 2001 થી 2014 સુધી ગુજરાતના મુખ્યપ્રધાન હતા. તેમના ગૃહ રાજ્યમાં તેમના સમર્થકો પર તેમનો પ્રભાવ હજુ પણ અકબંધ છે.

સત્તા વિરોધી લહેર : નિરીક્ષકોને લાગે છે કે, વિપક્ષ કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષના ભાજપના શાસન દરમિયાન ઉભી થયેલી કોઈપણ સત્તા વિરોધી ભાવનાનો લાભ લેવાનો પ્રયાસ કરશે. તેમને લાગે છે કે વિચારધારા પર આધારિત મત ન આપતા ફ્લોટિંગ વોટર્સ જો વાજબી વિકલ્પ સાથે રજૂ કરવામાં આવે તો તેઓ વિપક્ષ દ્વારા પ્રભાવિત થઈ શકે છે.
મોંઘવારીનો માર : ફુગાવાની અસરના સંદર્ભમાં, ઓછી અને મધ્યમ આવક ધરાવતા પરિવારો સૌથી વધુ પ્રભાવિત થાય છે. તેથી છેલ્લા 10 વર્ષમાં મોંઘવારીથી લોકોના જીવન પર કેવી અસર પડી છે, તે ધ્યાનમાં લેવાનું આ નિર્ણાયક પરિબળ હશે. આ મુદ્દે વિપક્ષ સતત મોદી સરકાર પર નિશાન સાધી રહ્યું છે.
બેરોજગારી : આ એક બીજો મુદ્દો છે, જેનો ઉપયોગ વિરોધ પક્ષો કેન્દ્ર પર હુમલો કરવા માટે કરી રહ્યા છે. આ મુદ્દો સામાન્ય લોકોના જીવનને સીધી અસર કરે છે, તેથી જ્યારે તેઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે, ત્યારે મતદારોના મનમાં તે સૌથી ઉપર રહેશે.
અંતરિયાળ વિસ્તારોમાં પાયાની શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓનો અભાવ : અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં શાળાના વર્ગખંડો બાંધવામાં આવે તો શિક્ષકોની અછત છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ડૉક્ટર્સની અછત પણ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે.
ખેડૂતોના મુદ્દાઓ : નિરીક્ષકોએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદને કારણે પાકના નુકસાન માટે પર્યાપ્ત વળતરનો અભાવ, ખાતરોની ઉપલબ્ધતા અને પ્રોજેક્ટ વિકાસ માટે જમીન સંપાદન જેવા મુદ્દાઓ પણ મતદારોની ભાવનાને પ્રભાવિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.












Click it and Unblock the Notifications
