Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024: શું ગુજરાતમાં ભાજપ લગાવી શકશે હેટ્રિક, શું કહે છે સર્વે?

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર ગુજરાતમાં તમામ 26 બેઠકો જીતશે તેવી અપેક્ષા છે. ઇન્ડિયા ટીવી-CNX ઓપિનિયન પોલમાં આ અંગે આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના મતવિસ્તારમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ભરૂચ, બારડોલી, સુરત, નવસારી, વલસાડ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરાનો છોટા ઉદેપુરનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં 2019 લોકસભાના પરિણામો - 2019ની લોકસભા ચૂંટણીમાં પણ, ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યની તમામ 26 બેઠકો જીતી લીધી હતી અને ઈન્ડિયા ટીવી-CNX ઓપિનિયન પોલ અનુસાર, લોકસભા ચૂંટણી 2024માં સમાન પરિણામની અપેક્ષા છે.

Lok Sabha Election 2024

ગુજરાતની 26 સીટ મુજબના લોકસભા ચૂંટણી 2019ના પરિણામ

  • કચ્છમાં ભાજપના વિનોદભાઈ ચાવડાએ કોંગ્રેસના નરેશ મહેશ્વરીને 3,05,513 મતોથી હરાવ્યા હતા.
  • બનાસકાંઠામાં ભાજપના પરબતભાઈ પટેલે કોંગ્રેસના પાર્થિભાઈ ભટોળને 3,68,296 મતોથી હરાવ્યા હતા.
  • પાટણમાં ભાજપના ભરતસિંહજી ડાભીએ કોંગ્રેસના જગદીશ ઠાકોરને 1,93,879 મતોથી હરાવ્યા હતા.
  • મહેસાણામાં ભાજપના શારદાબેન પટેલે કોંગ્રેસના એજે પટેલને 2,81,519 મતોથી હરાવ્યા હતા.
  • સાબરકાંઠામાં ભાજપના દિપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોરને 2,68,987 મતો હરાવ્યા હતા.
  • ગાંધીનગરમાં ભાજપના અમિત શાહે કોંગ્રેસના સીજે ચાવડાને 5,57,014 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
  • અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખભાઈ પટેલે કોંગ્રેસના ગીતાબેન પટેલને 4,34,330 મતોથી હરાવ્યા હતા.
  • અમદાવાદ પશ્ચિમમાં ભાજપના કિરીટ સોલંકીએ કોંગ્રેસના રાજુ પરમારને 3,21,546 મતોથી હરાવ્યા હતા.
  • સુરેન્દ્રનગરમાં ભાજપના મહેન્દ્ર મુંજપરાએ કોંગ્રેસના સોમાભાઈ પટેલને 2,77,437 મતોથી હરાવ્યા હતા.
  • રાજકોટમાં ભાજપના મોહન કુંડારીયાએ લલિત કગથરાને 3,68,407 મતોથી હરાવ્યા હતા.
  • પોરબંદરમાં ભાજપના રમેશભાઈ ધડુકે કોંગ્રેસના લલિત વસોયાને 2,29,823 મતોથી હરાવ્યા હતા.
  • જામનગરમાં ભાજપના પૂનમબેન માડમે કોંગ્રેસના મુળુભાઈ કંડોરીયાને 2,36,804 મતોથી હરાવ્યા હતા.
  • જૂનાગઢમાં ભાજપના રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના પુંજાભાઈ વંશને 1,50,185 મતોથી હરાવ્યા હતા.
  • અમરેલીમાં ભાજપના નારણભાઈ કાછડિયાએ કોંગ્રેસના પરેશ ધાનાણીને 2,01,431 મતોથી હરાવ્યા હતા.
  • ભાવનગરમાં ભાજપના ભારતીબેન શિયાળે મનહર પટેલને 3,29,519 મતોથી હરાવ્યા હતા.
  • આણંદમાં ભાજપના મિતેશ પટેલે કોંગ્રેસના ભરતભાઈ સોલંકીને 1,97,718 મતોથી હરાવ્યા હતા.
  • ખેડામાં ભાજપના દેવુસિંહ ચૌહાણે કોંગ્રેસના બિમલ શાહને 3,67,145 મતોથી હરાવ્યા હતા.
  • પંચમહાલમાં ભાજપના રતનસિંહ રાઠોડે કોંગ્રેસના વીકે ખાંટને 4,28,541 મતોથી હરાવ્યા હતા.
  • દાહોદમાં ભાજપના જસવંતસિંહ ભાભોરે કોંગ્રેસના બાબુભાઈ કટારાને 1,27,596 મતોથી હરાવ્યા હતા.
  • વડોદરામાં ભાજપના રંજનબેન ભટ્ટે કોંગ્રેસના પ્રશાંત પટેલને 5,89,177 મતોથી હરાવ્યા હતા.
  • છોટા ઉદેપુરમાં ભાજપના ગીતાબેન રાઠવાએ કોંગ્રેસના રણજીત મોહનસિંહ રાઠવાને 3,77,943 મતોથી હરાવ્યા હતા.
  • ભરૂચમાં ભાજપના મનસુખભાઈ વસાવાએ કોંગ્રેસના શેરખાન અબ્દુલસાકુર પઠાણને 3,34,214 મતોથી હરાવ્યા હતા.
  • બારડોલીમાં ભાજપના પરભુભાઈ વસાવાએ કોંગ્રેસના તુષારભાઈ ચૌધરીને 2,15,447 મતોથી હરાવ્યા હતા.
  • સુરતમાં ભાજપના દર્શના જરદોશે કોંગ્રેસના અશોક અધેવાડાને 5,48,230 મતોથી હરાવ્યા હતા.
  • નવસારીમાં ભાજપના સીઆર પાટીલે કોંગ્રેસના ધર્મેશ ભીમભાઈ પટેલને 6,89,668 મતોથી હરાવ્યા હતા.
  • વલસાડમાં ભાજપના કેસી પટેલે કોંગ્રેસના જીતુ ચૌધરીને 3,53,797 મતોથી હરાવ્યા હતા.

લોકસભા ચૂંટણી 2024 - ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં 19 એપ્રિલના રોજ 102 બેઠકો પર મતદાન થશે, ત્યારબાદ બીજા તબક્કામાં 26 એપ્રિલના રોજ 89 બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કામાં 7 મેના રોજ, ચોથામાં 13 મેના રોજ અને પાંચમા તબક્કામાં 13 મેના રોજ મતદાન થશે. છઠ્ઠું 25 મેના રોજ અને સાતમા અને છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થશે.

પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર મતદાન થશે, બીજા તબક્કામાં 89 બેઠકો, ત્રીજા તબક્કામાં 94 બેઠકો, ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે. પાંચમા તબક્કામાં 49, છઠ્ઠા તબક્કામાં 57 અને સાતમા તબક્કામાં 57 બેઠકો માટે મતદાન થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X