Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂ્ંટણી 2019: કોંગ્રેસનો ગઢ છે આણંદ, માત્ર 3 વખત જ જીત્યું ભાજપ

કોંગ્રેસનો ગઢ છે આણંદ, માત્ર 3 વખત જ જીત્યું ભાજપ

આણંદ લોકસભા સીટ મધ્ય ગુજરાતમાં આવેલી છે. આણંદ સીટ પર પંજાની પકડ મજબૂત છે પણ 2014ની ચૂંટણીમાં મોદી લહેરને કારણે આ સીટ પર પણ કોંગ્રેસની હાર થઈ હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર દિલિપ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી વચ્ચે આકરી ટક્કર થઈ હતી. દિલિપ પટેલે ભરતસિંહ સોલંકીને 63,426 વોટથી હરાવ્યા હતા. આ જીતની સાથે જ લોકસભા 2014માં આણંદ સીટ પર ભાજપનો વોટશેર +8.94 ટકાથી વધ્યો જ્યારે કોંગ્રેસનો વોટશેર -7.55 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 63 વર્ષીય ઉમેદવાર દિલિપ પટેલને 490,829 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીએ 427,403 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

gujarat lok sabha seats

આ જીત સાથે જ દિલિપ પટેલ પહેલી વખત આણંદથી સાંસદ બન્યા. આણંદ સીટ પર સાંસદ દિલિપ પટેલની આ પહેલી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની એકપણ ડિબેટમાં ભાગ નહોતો લીધો અને પ્રાઈવેટ મેમ્બર બિલ પણ એકેય રજૂ નહોતાં કર્યાં, જો કે સદનમાં કુલ 228 પ્રશ્નો પૂછ્યા હતા, અને તેમની હાજરી 69% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી ઘણી ઓછી છે.

તમારા સાંસદની સંપત્તિ કેટલી છે? અહીં જાણો

જો આણંદના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1952માં આ મતવિસ્તાર અસ્તિત્વમાં જ નહોતો આવ્યો. 1957માં કોંગ્રેસના મણિબેન પટેલ, 1962 અને 1967માં કોંગ્રેસના નરેન્દ્ર મહિદા, 1971માં કોંગ્રેસના પ્રવિણસિંહ સોલંકી, 1977માં કોંગ્રેસના અજીતસિંહ ડાભી, 1980 અને 1984માં કોંગ્રેસના ઈશ્વરભાઈ ચાવડા, 1989માં ભાજપના નટુભાઈ મણિબેન પટેલ, 1991, 1996 અને 1998માં કોંગ્રેસના ઈશ્વરભાઈ ચાવડા, 1999માં ભાજપના દિપકભાઈ પટેલ, 2004 અને 2009માં કોંગ્રેસના ભરતસિંહ સોલંકી તથા 2014માી ભાજપના દિલિપ પટેલ ચૂંટાઈ આવ્યા.

હવે જો આણંદ સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં આણંદ સીટ પર કુલ 1,496,859 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 781,120 અને મહિલા મતદાતા 715,739 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 541,176 પુરુષ મતદાતાઓ અને 429,718 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 970,894 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે આણંદ લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,092,745 છે જેમાંથી 69.66% વસ્તી ગ્રામીણ જ્યારે 30.34% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 4.99 ટકા એસસી અને 1.19 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો અમરેલી મતવિસ્તારનો ઈતિહાસ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X