Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો જામનગર સીટ પર કોનો દબદબો છે વધુ

લોકસભા ચૂ્ંટણી 2019: જાણો જામનગર સીટ પર કોનો દબદબો છે વધુ

જામનગર લોકસભા સીટ સૌરાષ્ટ્રમાં આવેલી છે. જામનગરમાં રિલાયન્સ, એસ્સાર જેવી લાર્જ કેપ કંપનીઓ આવેલી છે. આ સીટ પર ભાજપની 6ઠ્ઠી ટર્મ ચાલી રહી છે જ્યારે આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર 8 વખત ચૂંટાઈને આવ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પુનમબેન માડમની ટક્કર તેમના જ સગા કાકા અને કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમ વચ્ચે થઈ હતી. ભાજપના 44 વર્ષીય ઉમેદવાર પુનમબેન માડમને 484,412 વોટ મળ્યા હતા, આ જીત સાથે પુનમબેન માડમ પહેલી વખત જામનગર સીટ પરથી સાંસદ બન્યા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમે 309,123 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

gujarat lok sabha seats

જામનગર સીટ પર સાંસદ પુનમબેન માડમની આ પહેલી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 32 ડિબેટમાં ભાગ લીધો, જો કે તેમણે એકેય પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં. પુનમબેન માડમે પોતાના કાર્યકાળ દરમિયાન સદનમાં 323 પ્રશ્ન પૂછ્યા હતા. અને સંસદમાં તેમની કુલ 82% ટકા હાજરી સ્ટેટ એવરેજ અટેન્ડન્સથી 84 ટકાથી થોડી ઓછી છે.

જો જામનગરના પોલિટિકલ ઈતિહાસની વાત કરીએ તો 1957 સુધી જામનગર બોમ્બે સ્ટેટની મધ્ય સૌરાષ્ટ્ર સીટ તરીકે ઓળખાતું હતું. 1952માં આ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર જેઠાલાલ જોશી, 1957માં કોંગ્રેસના મનુભાઈ શાહ ચૂંટાઈ આવ્યા. 1962માં પણ કોંગ્રેસના મનુભાઈ શાહ, 1967માં સ્વતંત્ર પાર્ટીના એન. દાંડેકર, 1977માં જનતા પાર્ટીના વિનોદભાઈ શેઠ, 1980માં કોંગ્રેસના દૌલતસિહ જાડેજા, 1984માં પણ કોંગ્રેસના દૌલતસિંહ જાડેજા અને 1989થી 1999 સુધી સતત પાંચ ટર્મ સુધી ભાજપના ચંદ્રેશ પટેલ કોરડિયા ચૂંટાઈ આવ્યા. 2004 અને 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી આહિર વિક્રમભાઈ માડમ ચૂટાઈ આવ્યા હતા જ્યારે 2014માં પહેલી વખત ભાજપના ઉમેદવાર પુનમબેન જામનગર લોકસભા સીટ પરથી ચૂંટાઈ આવ્યા.

તમારા સાંસદની સંપત્તિ કેટલી છે? અહીં જાણો

હવે જો જામનગર સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં જામનગર સીટ પર કુલ 1,470,952 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 771,004 અને મહિલા મતદાતા 699,948 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 486,177 પુરુષ મતદાતાઓ અને 366,466 મહિલા મતદાતાઓ એમ મળીને કુલ 852,643 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે જામનગર લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,160,675 છે જેમાંથી 55.06% વસ્તી ગ્રામીણ જ્યારે 44.94% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 8.03 ટકા એસસી અને 1.12 ટકા એસટીની વસાહત છે.

આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો લોકસભા સીટ સુરેન્દ્રનગર વિશે

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X