વિયોગના ડરે પ્રેમી-પ્રેમીકાનો આપઘાતનો પ્રયાસ, પ્રેમિકાનું મોત

માહિતી અનુસાર ચોટીલાના ઝુપડા ગામે ખેતરમાં એક પ્રેમી જોડુ પહોંચ્યું હતું. પ્રેમીકાના લગ્ન બે દિવસ બાદ થવાના છે, જેથી બન્નેને વિયોગનો ડર સતાવી રહ્યો હતો. વિયોગના ડરે બન્નેએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. જેને લઇને યુવકે પહેલા પ્રેમીકા પર ગોળીબાર કર્યો હતો અને બાદમાં પોતાને પણ ગોળી મારી હતી. જેમાં પ્રેમીકાનું મોત નીપજ્યું હતું. જ્યારે પ્રેમી ઇજાગ્રસ્ત હાલતમાં ખેતરમાં પડ્યો હતો. જેને અન્ય કોઇ વ્યક્તિ જોઇ જતાં પહેલા ચોટીલાની હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેને રાજકોટ વધુ સારવાર અર્થે લઇ જવાયો છે.
બનાવની જાણ થતાં પોલીસે ફાયરિંગ અંગે તજવીજ હાથ ધરી છે. પોલીસે પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી આગળ વધારી હોવાના અહેવાલ મળ્યા છે.












Click it and Unblock the Notifications
