Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેક્ટર દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કરી બેઠક

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આજે જિલ્લા સેવા સદન ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ગોસાવીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જિલ્લામ

દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આજે જિલ્લા સેવા સદન ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ગોસાવીએ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને જિલ્લામાં યોજાનારી ચૂંટણીનો કાર્યક્રમ સહિતની વિગતો તેમજ આ અંગે ઉમેદવારોએ નિભાવવાના ખર્ચ રજીસ્ટર વગેરે બાબતો વિશે માહિતગાર કર્યા હતા.

ELECTION

બેઠકમાં ઇવીએમ મેનેજમેન્ટ સીસ્ટમ અંતર્ગત બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ, વીવીપેટ ના રેન્ડમાઇઝેશનની પ્રથમ પ્રક્રિયા પારદર્શક રીતે ઉમેદવારો સમક્ષ યોજવામાં આવી હતી. ડો. ગોસાવીએ વિવિધ પરવાનગીઓ માટે સીંગલ વીંડો સીસ્ટમ કાર્યરત કરવામાં આવી હોવા ઉપરાંત ઉમેદવારે ખર્ચના હિસાબ નિભાવવા બાબતે વિગતે માહિતી ઉપસ્થિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને આપી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ ખર્ચ નિરીક્ષક તરીકે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને દરેક ઉમેદવારે કરવાના ખર્ચની મર્યાદા, ઉમેદવારના નોમિનેશનથી શરૂ કરીને ચૂંટણીલક્ષી તમામ ખર્ચના રજીસ્ટર, તેમજ અન્ય પ્રક્રિયાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી.

બેઠકમાં વિવિધ પક્ષોના પ્રતિનિધોઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વી.આઇ. પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X