magfali Godown aag : થાનગઢમાં મગફળી ગોડાઉનમાં કૌભાંડની આગ? કલાકો પછી પણ બેકાબુ
Magfali Godown aag : સુરેન્દ્રનગરના થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગે ગુજરાતમાં ભરીથી કૌભાંડને હવા દીધી છે. આ આગ કલાકો પછી પણ બેકાબુ છે.
કલાકો વીતી જતા છતાં પણ આગ પર સંપૂર્ણ રીતે કાબૂ મેળવી શકાયો નથી. ઘટના સ્થળે પ્રાંત અધિકારી અને ચીફ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે.

આગ વધુ ન ફેલાય તે માટે તંત્ર દ્વારા ગોડાઉનની દીવાલ તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. આ ઘટનાને લઈને ફરી એકવાર કૌભાંડની શંકા જન્મી છે. મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટનાઓ વારંવાર બની રહી છે.
ગુજરાત સ્ટેટ વેરહાઉસિંગ કોર્પોરેશન ગોડાઉન ભાડે લઈને ટેકાના ભાવે ખરીદેલી મગફળી સાચવે છે. સરકારી માલમત્તા હોવાને કારણે આ જવાબદારી કોર્પોરેશનની છે પરંતુ વારંવાર આગ લાગવાના બનાવો કૌભાંડ તરફ ઈશારો કરી રહ્યાં છે.
સૌથી મોટો સવાલ એ છે કે આનાથી મોટા FCI અથવા ખાનગી વેપારીઓના ગોડાઉનમાં ક્યારેય આગ લાગતી નથી પરંતુ ગુજરાતમાં આવા બનાવો સતત સામે આવતાં રહે છે.
વેરહાઉસિંગ કોર્પોરેશનના ગોડાઉનમાં આગ લાગવાનો સિલસિલો અને તેના સંજોગોની ઊંડી તપાસ થાય તો સંભવિત મોટુ કૌભાંડ સામે આવી શકે છે. આ મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે.
જણાવી દઈએ કે, મગફળીના ગોડાઉનમાં આગ લાગી હોય તેવી આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ગુજરાતમાં મગફળીના ગોડાઉનમાં શંકાસ્પદ આગ લાગી ચુકી છે. રાજકોટમાં લાગેલી આગે પણ ઘણા સવાલો ઉભા કર્યા હતા.












Click it and Unblock the Notifications
