સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ પહેલા તમિલનાડુના પંડિતોએ મહાયજ્ઞનો પ્રારંભ કર્યો
ગીર સોમનાથ : સોમનાથ મહાદેવનાના સાન્નિધ્યમાં ગુજરાત સરકાર દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે વિશ્વશાંતિની ભાવના સાથે તમિલનાડુના 120 જેટલા પંડિતો દ્વારા વેદઋચાઓ સાથે અતિરૂદ્ર મહાયજ્ઞનો આરંભ કરાયો છે. આ યજ્ઞ માટે ચોપાટી પર મોટી યજ્ઞશાળાનું આયોજન કરાયું છે.
તમિલ સંસ્કૃતિનો ભવ્ય વારસો પોતાની સાથે લઈ સોમનાથ આવેલા 120 જેટલા પંડિતો તેમજ 650 જેટલા ભક્તો ભક્તિમય વાતાવરણમાં શ્લોકના મધુર ઉચ્ચારણ સાથે શિવજીનું મહિમામંડન વર્ણવી રહ્યાં છે.

દક્ષિણ ભારતના પરંપરાગત વાદ્યોના સૂર સાથે શિવમય સૂરાવલીમાં સોમનાથવાસીઓને તમિલ દર્શન થાય તેવું વાતાવરણ ઉભું કરાયુ છે. અહીં પાંચ યજ્ઞકુંડ સાથે મધ્યમાં વિશાળ કમળ આકૃતિ પર ૧૦૦૮ કળશનું સ્થાપન કરવામાં આવ્યું છે તેમજ જુદા જુદા દ્રવ્યોની આહુતિથી મહાયજ્ઞ યોજાઈ રહ્યો છે.
ચોપાટી ખાતે તૈયાર કરાયેલી યજ્ઞશાળામાં તમિલ સંસ્કૃતિને રજૂ કરતા નંદીના તોરણો તેમજ પ્રત્યેક સ્તંભો પર શિવપ્રતિકોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે ઉપરાંત યજ્ઞશાળાની ભૂમિને ગાયના પવિત્ર ગોબરથી લિંપણ કરવામા આવી છે. આ રીતે સૌરાષ્ટ્રવાસીઓને પણ તમિલ સંસ્કૃતિના દર્શનનો અને અનુભૂતિનો લાભ ઘરઆંગણે જ મળી રહ્યો છે












Click it and Unblock the Notifications
