જાણો તમારા ઉમેદવારને: જુનાગઢથી ભાજપના મહેન્દ્રભાઈ મશરુ
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં જુનાગઢની સીટ પરથી ભાજપના મહેન્દ્રભાઈ મશરુને ટિકિટ આપવામાં આવી છે. મહેન્દ્રભાઈ મશરુ વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 17 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં જુનાગઢની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે મહેન્દ્રભાઈ મશરુની પસંદગી કરવામાં આવી છે. તો મહેન્દ્રભાઈ મશરુ વિષે થોડુ જાણીએ. 62 વર્ષના મહેન્દ્રભાઈના પિતાનું નામ લીલાધરભાઈ મશરુ છે. તેમની સંપત્તિ 3 લાખની આસપાસ છે. તેમના અભ્યાસની વાત કરવામાં આવે તો તેમણે સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે બી.એસ.સી.ની સાથે એલ.એલ.બી.નો અભ્યાસ કર્યો છે.

તેમની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો 1990માં તેઓ પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા. તે બાદ સતત તેઓ આ સીટ પરથી જીતતા રહ્યા છે. તેમણે 1990 અને 1995માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીતી હતી. પછી તેઓ ભાજપમાં જોડાયા ત્યારથી લઈને અત્યાર સુધીની 4 વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા છે અને જીત મેળવી છે. એક જ સીટ પરથી ચાર વખત સતત જીતેલા ઉમેદવારને ભાજપે આ વર્ષની ચૂંટણીમાં ફરી એ જ સીટ પરથી ચૂંટણી લડવા ઉતાર્યા છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ











Click it and Unblock the Notifications
