Mahesana Lok Sabha Election Results 2024 LIVE Gujarati: મહેસાણા લાઇવ રિઝલ્ટ, હરીભાઇ પટેલ વર્સિસ રામજી ઠાકોર
Mahesana Lok Sabha Election Results 2024 LIVE Gujarati: મહેસાણા લોકસભા સીટ ઉત્તર ગુજરાતમાં આવેલી છે. નરેન્દ્ર મોદીનું વતન મહેસાણા લોકસભા મતવિસ્તારમાં જ આવે છે. આ બેઠક એકભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે.

1952માં જ્યારે પહેલીવાર લોકસભા ચૂંટણી થઇ હતી ત્યારે મહેસાણા પશ્ચિમ સીટ પરથી કોંગ્રેસના કિલાચંદ તુલશીદાસ અને મહેસાણા પૂર્વમાંથી કોંગ્રેસના શાંતિલાલ ગિરધરલાલ પારીખ ચૂંટાયા હતા. 1984થી સતત 5 વખત ભાજપના એ.કે. પટેલ મહેસાણા બેઠકના સિંહ બનીને બેઠા હતા. જે પછી માત્ર 1999માં એક વાર જ કોંગ્રેસ મહેસાણા જીતી શકી એ પછી ભાજપે આ બેઠક ક્યારેય કોંગ્રેસના હાથમાં આવવા દીધી નથી.
મહેસાણા લોકસભા ચૂંટણીક્ષેત્રમાં સાત વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે, જેમાંઃ- ઉંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર અને માનસા સામેલ છે.
લોકસભા ચૂંટણી 2024માં મહેસાણા લોકસભા સીટ પર ભાજપના હરિભાઇ પટેલ અને કોંગ્રેસના રામજી ઠાકોર વચ્ચે ચૂંટણી-જંગ છે. મહેસાણાના મતદારોની વાત કરીએ તો મહેસાણા લોકસભા મતવિસ્તારમાં કૂલ 17 લાખ 70 હજાર 617 મતદારો નોંધાયેલા છે જેમાંથી 59.86% એટલે કે 10 લાખ 59 હજાર 938 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
આજે Mahesana Lok Sabha Seat Result live જાહેર થતાની સાથે જ ભાજપના હરિભાઇ અને કોંગ્રેસના રામજી ઠાકોરનો કિસ્મતનો ફેસલો પણ થઇ જશે. ત્યારે Mahesana Live Result 2024 જોવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
લાઇવ અફડેટ
7:34 AM - હરિભાઈ પટેલ અને રામજી ઠાકોર મતગણતરી કેન્દ્રએ પહોંચ્યા. ટૂંક સમયમાં જ મતગણતરી શરૂ થશે.
8:48 AM - મહેસાણામાં પહેલા રાઉન્ડની મતગણતરીના અંતે કોંગ્રેસના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.
12:51 PM - મહેસાણામાં ભાજપની જીત નિશ્ચિત. કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર મતગણતરી કેન્દ્રની બહાર નીકળી ગયા. તેમણે હાર સ્વિકારી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
