જમીન માપણીને પ્રક્રિયામાં મોટા ફેરફાર, હવે ખેડૂતોને થશે મોટો ફાયદો
ગુજરાત સરકારે રાજ્યના મહેસૂલ વિભાગની જમીન માપણી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને નાગરિક-કેન્દ્રીત બનાવવા માટે એક નિર્ણાયક અને ઐતિહાસિક પગલું ભર્યું છે.
૪ ડિસેમ્બર, ૨૦૨૫થી અમલમાં આવેલા એક નવા નીયમ હેઠળ, હવે ખાનગી સર્વેયરો (Private Surveyors) ને લાયસન્સ આપવા અને તેના પર દેખરેખ રાખવાની તમામ સત્તા રાજ્ય કક્ષાએથી લઈને સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે.

સરકારના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયને કારણે હવે સામાન્ય અરજદારોને જમીન માપણી માટે ગાંધીનગર સુધી લાંબા થવું નહીં પડે અને જિલ્લા સ્તરે જ મામલાઓનો ત્વરિત નિકાલ થઈ શકશે.
અગાઉની વ્યવસ્થામાં ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવા, રિન્યૂ કરવા કે રદ કરવા સંબંધિત તમામ નિર્ણયો ગાંધીનગર સ્થિત સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક કચેરી દ્વારા લેવાતા હતા. આ કેન્દ્રીકૃત પ્રણાલીને કારણે ફાઈલો લાંબા સમય સુધી રાજ્ય કક્ષાએ અટવાતી હતી, જેના પરિણામે હજારો જમીન માપણીના કેસો પેન્ડિંગ રહેતા હતા.
મહેસૂલ વિભાગે આ વહીવટી અવરોધને દૂર કરવા માટે સત્તાનું વિકેન્દ્રીકરણ કર્યું છે. હવેથી જિલ્લા કલેક્ટરની કચેરી પોતાના કાર્યક્ષેત્રમાં આવશ્યકતા મુજબ સર્વેયરોની નિમણૂક કરી શકશે, જેનાથી વહીવટી પ્રક્રિયામાં અભૂતપૂર્વ ગતિ આવશે.
નવા ઠરાવ મુજબ, જિલ્લા કલેક્ટરને જમીન માપણીના સંદર્ભમાં વ્યાપક સત્તાઓ આપવામાં આવી છે. કલેક્ટર હવે નીચે મુજબના મુખ્ય કાર્યો સંભાળશે.
- નવા લાયસન્સ મંજૂર કરવા: ખાનગી સર્વેયરોની નવી નોંધણી અને લાયસન્સ ઈશ્યુ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા.
- લાયકાત અને વેરિફિકેશન: અરજદારોની લાયકાત અને પ્રોફાઇલની ચકાસણી કરવી.
- નિયમન અને નિયંત્રણ: સર્વેયરના લાયસન્સનું રિન્યુઅલ કરવું અથવા ગેરરીતિ બદલ રદ કરવાની કાર્યવાહી કરવી.
- ફી માળખું: માપણી માટેની ફી નક્કી કરવી અને તેની વસૂલાત પર અસરકારક દેખરેખ રાખવી.
- કાર્ય ફાળવણી: કયા સર્વેયરને કેટલા માપણી કેસ ફાળવવા તેની વ્યવસ્થા ગોઠવવી.
જમીન માપણીની સંવેદનશીલ પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને અયોગ્ય તત્ત્વોને દૂર રાખવા માટે સરકારે કડક નિયમો બનાવ્યા છે. હવેથી લાયસન્સ મેળવનારા દરેક ખાનગી સર્વેયર માટે પોલીસ વેરિફિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, કલેક્ટર કચેરી દ્વારા દરેક લાયસન્સનો સંપૂર્ણ ડિજિટલ રેકોર્ડ જાળવવામાં આવશે અને નિયમિત સમયાંતરે રાજ્ય સરકારને તેના રિપોર્ટ મોકલવામાં આવશે. આ નિયંત્રણો દ્વારા ભ્રષ્ટાચાર અને અનિયમિતતાઓને મોટા પાયે અટકાવી શકાશે.
મહેસૂલ વિભાગના આ ઠરાવનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં સતત વધી રહેલા જમીન માપણીના પેન્ડિંગ કેસોનો ભરાવો દૂર કરવાનો છે. હવે જિલ્લા કલેક્ટર સ્થાનિક જરૂરિયાત અને માપણીના ભારણને ધ્યાનમાં રાખીને સર્વેયરોની નિમણૂક કરી શકશે.
આ વ્યવસ્થાથી નાગરિકોને માપણીની સુવિધા તેમના જિલ્લા સ્તરે જ સરળતાથી ઉપલબ્ધ થશે, જેના પરિણામે તેમના સમય અને શક્તિનો બચાવ થશે. ૪ ડિસેમ્બર, ૨૦૨૫ થી આ નવા નિયમોનો તાત્કાલિક અમલ શરૂ થઈ ચૂક્યો છે, જે ગુજરાતના જમીન માલિકો માટે મોટી રાહત લઈને આવ્યો છે.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો






Click it and Unblock the Notifications
