શરૂઆતી રૂઝાનોમાં બીજેપીને બહુમતી, જાણો કોને કેટલી સીટ?
આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઈને રસપ્રદ બનેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. પરિણામોમાં શરૂઆતમાં મળી રહેલા રૂઝાનો અનુસાર ગુજરાતમાં બીજેપી સરકાર બનાવતી જોવા મળી રહી છે.
ગાંધીનગર : આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઈને રસપ્રદ બનેલી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. પરિણામોમાં શરૂઆતમાં મળી રહેલા રૂઝાનો અનુસાર ગુજરાતમાં બીજેપી સરકાર બનાવતી જોવા મળી રહી છે.

સામે આવી રહેલા આંકડા અનુસાર, 136 સીટો પર ભાજપને બહુમતી મળતી જોવા મળી રહી છે. આ સિવાય કોંગ્રેસને 28 સીટો મળતી હોવાનું જોવા મળી રહ્યુ છે. આ સિવાય આમ આદમી પાર્ટીને 12 અને અન્યને 5 સીટો મળતી હોવાના આંકડા સામે આવી રહ્યા છે. આ આંકડા પરિણામોમાં ફેરવાય તો ગુજરાતમાં બીજેપી મોટી બહુમતી સાથે સરકાર બનાવી શકે છે.
અહીં તમને જણાવી દઈએ કે, સામે આવી રહેલા આંકડામાં આમ આદમી પાર્ટી ચૌકાવી રહી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 12 સીટો પર આગળ છે. જે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન છે. આ સિવાય ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બીજેપી માટે પણ મુશ્કેલી વધારશે તે ચોક્કસ છે.
અહીં એ પણ ઉલ્લેખનિય છે કે, આ શરૂઆતના રૂઝાન છે. હજુ આગળ જતા ચિત્ર વધુ સ્પષ્ટ થશે. મોટાભાગની સીટો પર હજુ ઓછા રાઉન્ડની ગણતરી થઈ છે.












Click it and Unblock the Notifications
