જાણો તમારા ઉમેદવારને: ગાંધીધામથી ભાજપના માલતીબેન મહેશ્વરી

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ગાંધીધામ વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે માલતીબેન મહેશ્વરીની પસંદગી કરવામાં આવી છે. તો માલતીબેન મહેશ્વરી વિષે થોડુ જાણીએ. આ વિધાનસભા સીટ 2012માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી છે. એસ.સી માટે આરક્ષિત આ સીટ પર આ વર્ષે ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણે પક્ષો વચ્ચે મુકાબલો થવાનો છે. જેમા ભાજપના માલતીબેન મહેશ્વરી, કોંગ્રેસના કિશોરભાઈ પિંગોલ અને આપના ગોવિંદ દનિચા વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે.

GujaratBJP

આ વિધાનસભા સીટના ઇતિહાસની વાત કરવામાં આવે તો વર્ષ 2012ની ચૂંટણીમાં અહી ભાજપનો ભગવો લહેરાયો હતો. ભાજપના રમેશભાઈ મહેશ્વરીએ કોંગ્રેસના જયશ્રીબેન ચાવડાને ભારે મતોથી હરા આપી હતી. આ વર્ષે ભાજપની 'નો રિપીટ' ની નીતિને ધ્યાનમાં રાખતા માલતીબેનને તક આપી છે. માલતીબેન પહેલી વખત વિધાનસભા ચૂંટણી લડવા ઊભા રહ્યા છે. તેઓ ભાજપના ઘણા જૂના કાર્યકર્તા છે.

English summary
maltiben k maheshwari bjp candidate from gandhidham assembly seat. Read More detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.