For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

5માં માળે જતી મહિલાને લિફ્ટમાં લાગ્યો કરન્ટ, બચાવવા આવેલ વ્યક્તિનુ પણ મોત

દૂધ લેવા નીકળેલી એક મહિલાને બહુમાળી બિલ્ડિંગના 5મા માળે કરન્ટ લાગ્યો જેના કારણે તે બૂમો પાડવા લાગી. ચીસો સાંભળીને દોડીને આવેલા વ્યક્તિ પણ વિજળીની ચપેટમાં આવી ગયો.

|
Google Oneindia Gujarati News

દૂધ લેવા નીકળેલી એક મહિલાને બહુમાળી બિલ્ડિંગના 5મા માળે કરન્ટ લાગ્યો જેના કારણે તે બૂમો પાડવા લાગી. ચીસો સાંભળીને દોડીને આવેલા વ્યક્તિ પણ વિજળીની ચપેટમાં આવી ગયો. બંને બેભાન થઈ ગયા. ઈલાજ દરમિયાન બંને હોસ્પિટલમાં મોત થઈ ગયુ. જણાવવામાં આવ્યુ છે કે આ ઘટના રાજકોટના કાલાવાડ રોડ પર સ્થિત નાના મવા પાસે એક બહુમાળી રહેણાંક ઈમારતમાં બની. એ સમયે મહિલા સોમવારની સવારે હાઈટ્સ નામની બહુમાળી ઈમારતની લિફ્ટમાં ચડી.

rajkot news

તેનુ નામ મનીષાબેન આશરા(53)હતુ. તે સવારે લગભગ સાડા છ વાગે દૂધ લેવા નીકળી હતી. લિફ્ટમાં જતા જ તેને વિજળીનો કરન્ટ લાગી ગયો. મહિલાએ બૂમાબૂમ કરતા પડોશમાં રહેતા જિજ્ઞેશ ઢોલ(47) ભાગીને આવ્યા. તે લિફ્ટમાં ઘૂસ્યા તો તેમને પણ વિજળીનો કરન્ટ લાગ્યો. બંને કરન્ટના કારણે ત્યાંથી પડી ગયા. ફ્લેટના અન્ય લોકોએ બાદમાં વિજળી બંધ કરાવીને એ બંનેને ઈલાજ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં ઉપસ્થિત ચિકિત્સકોએ બંનેને મૃત ઘોષિત કરી દીધા.

આ ઘટનાની માહિતી મળતા જ પોલિસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો. મૃત મનીષાબેનના પતિ હાઈડ્રોલિક પાર્ટ્સનો વેપાર કરે છે. મનીષાબેનને બે સંતાન છે. આ તરફ તેમની સાથે જીવ ગુમાવનાર જિજ્ઞેશ બે ભાઈઓના પરિવારમાં મોટા હતાઅને તેમને કમ્પ્યુટર સાથે જોડાયેલુ કામ હતુ. લૉકડાઉનમાં અકાળે મોત થવાથી બંનેના પરિવાર શોકમાં ડૂબી ગયા છે.

આ પણ વાંચોઃ પતિનુ કામ છૂટી જતા જાતે ઈ-રિક્ષા ચલાવીને પરિવારને સંભાળી રહી છે સુમનઆ પણ વાંચોઃ પતિનુ કામ છૂટી જતા જાતે ઈ-રિક્ષા ચલાવીને પરિવારને સંભાળી રહી છે સુમન

English summary
man and woman was electrocuted in the elevator on the fifth floor, both died
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X