For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજ્જુ વેપારીને કોબરા સાથે સેલ્ફી લેવી પડી ભારે, 25000નો દંડ

|
Google Oneindia Gujarati News

સેલ્ફી લેવાનો શોખ તો દરેકને હોય છે અને તેમાં પણ હટકે સેલ્ફી લેવા માટે અનેક લોકો જાત જાતના અખતરા કરતા હોય છે. પણ કેટલીક વાર સેલ્ફી લેવી ભારે પડી જાય છે અને તેવું જ કંઇક વડોદરાના એક બિલ્ડર સાથે થયું જેમણે કોબરા સાથે સેલ્ફી લઇને ફેસબુક પર શેયર તો કરી પણ પછી જે થયું તેણે, તેમની મુશ્કેલી વધારી દીધી.

યશેષ બરોત નામના બિલ્ડર તેવા આ ભાઇએ ઉપરોક્ત ફોટો મુજબ સેલ્ફી ખેંચી તેને ફેસબુક પર શેયર કરી અને નીચે લખ્યું "કોબરા ખાલી 1000 રૂપિયામાં" આ કેપ્શન સાથે જ અપલોડ કરવાથી તે સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ ગઇ. અને વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટની નજરમાં પણ આવી જતા બરોતની મુશ્કેલીમાં 25000 રૂપિયાનો વધારો થઇ ગયો!

vadodara

બરોત પર એનિમલ એક્ટિવિસ્ટ નેહા પટેલ ફરિયાદ નોંધાવી જે બાદ વડોદરા રેન્જના ફોરેસ્ટ ઓફિસર પીબી ચૌહાણે બરોતની પૂછપરછ કરી તેની પર 25000 રૂપિયાનો દંડ લગાવ્યો. નોંધનીય છે કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 મુજબ કોબારાના વેચાણ પર રોક લગાવવામાં આવી છે. કારણ કે તે એક સંરક્ષિત વન્ય જીવ છે.

English summary
man clicks selfie with cobra fined by forest department rs 25000 photo viral on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X