શહીદ દેવાભાઇના પરિવારને 15 લાખ રૂપિયાની આર્થિક સહાય કરાઇ

Posted By:
Subscribe to Oneindia News

મહુવા તાલુકાના કરમદિયા ગામના શહીદ યુવાન સ્વ. દેવાભાઇ પરમારના કુટુંબીજનો કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા 15 લાખની આર્થિક સહાય કરવામાં આવી. બુધવારે, મંત્રી મનસુખ માંડવિયાએ કરમદિયા ગામમાં જઇને તેમના પરિવાર જનોને મળ્યા હતા. અને વીરને શ્રદ્ધાજંલિ અર્પી તેમના પરિવારને 15 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. વધુમાં આ પ્રસંગે મંત્રી મનસુખભાઇએ તેમના પગારમાંથી રૂ. ૧.૦૦.૦૦૦/- નો ચેક તેમજ જુદા-જુદા જિલ્લાના ઉધોગપતિઓ દ્વારા ભેગા કરવામાં આવેલ ફાળો પરિવાર જનોને ચેક મારફતે આપ્યો હતો.

manshukh

મંત્રી મનસુખ ભાઇએ સ્વર્ગસ્થ દેવાભાઇના માતૃશ્રી તથા તેમની પત્નીને દેશની સેવા ખાતર બલીદાન આપનારના દેવાભાઇની શહીદી માટે સાંત્વના આપી હતી. નોંધનીય છે કે કાશ્મીર ખાતે હિમસ્ખલન દરમિયાન દેવાભાઇએ શહીદી વહોરી હતી. નાર વીર શહીદ દેવાભાઇ પરમારના પરિવારને રાજ્ય સરકાર દ્વારા રૂ. 2 લાખ 51 હજારનો ચેક મુખ્યમંત્રી રાહતનિધિમાંથી અર્પણ કરવામાં આવ્યો છે.

English summary
Mansukh Mandaviya gave Martyrs Deva Bhai Parmar's family 15 lakh Rs cheque
Please Wait while comments are loading...