નવસારીઃ ડાભોલ ગામે પોલીસ પર હુમલો કરનારા ફરાર, 200 ઘરે લાગ્યા તાળા

બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર પોલીસની ધરપકડથી બચવા માટે આરોપીઓ ઘરે તાળા મારીને ફરાર થઇ ગયા છે. નોંધનીય છેકે, બે દિવસ પૂર્વ ડાભોલ ગામે ગૌહત્યા રોકવા ગયેલી પોલીસ પર કસાઇઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને પોલીસને બંધક બનાવવામાં આવી હતી. બાદમાં પોલીસ દ્વારા બંધક કર્મીઓને બચાવવામાં આવ્યા હતા અને 100થી વધુ લોકો સામો ગુનો નોંધ્યો હતો. જોકે અમુક આરોપી જ પકડમાં આવ્યા હતા. જ્યારે મોટાભાગના આરોપીઓ ઘર બંધ કરીને ફરાર થઇ ગયા હતા.












Click it and Unblock the Notifications
