વિજાપુરના 7 વર્ષના બાળકના પેટમાંથી મળી અસંખ્ય જીવલેણ પથરીઓ

Subscribe to Oneindia News

7 વર્ષના બાળકને ઘણા સમયથી પેટમાં દુખાવો રહેતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. અહીં સર્જરી વિભાગના ડૉક્ટરોએ રિપોર્ટ કરાવતા તેના સ્વાદુપિંડમાં પથરી જોવા મળી હતી. ઓપરેશન કરવા સિવાય કોઇ રસ્તો ન હતો. બાળકના પેટમાં રહેલી પથરી દુર કરવા માટે કરવામાં આવેલ આ ઓપરેશન ચાર કલાક ચાલ્યું હતું અને આખરે ડૉક્ટરોને બાળકના પેટમાં રહેલી જીવલેણ પથરી દુર કરવામાં સફળતા મળી હતી. ઓપરેશન કરનાર ડૉ. લાખાણીએ જણાવ્યું હતું કે, આ બાળકના સ્વાદુપિંડમાંથી અસંખ્ય પથરી કાઢવામાં આવી હતી. સ્વાદુપિંડના નાના આંતરડા સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. બાળકને બરોળ ઉપર સોજો જોવા મળતા તપાસ કરતા નસ બ્લોક હતી. પરિણામે બરોડને પણ દુર કરવામાં આવી હતી.

gandhinagar

નોંધનીય છે કે, 7 વર્ષનો આ બાળક કિસ્મત વિજાપુરનો વતની છે. તે ઘણા સમયથી પેટના દુઃખવાના કારણે હેરાન થતો હતો. પીડા સહન ના થતા તેના પરિવારજનો દ્વારા તેને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. ત્યારે સર્જન વિભાગના હેડ નિયતિ લાખાણી અને ડૉ. જયદીપ ગઢવી સહિતના ડૉક્ટરોએ સુજી ગયેલા પેટની તપાસ કરતા સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં પથરી જોવા મળતા ઓપરેશન કરવામાં આવ્યું હતું. સામાન્ય લાગતું આ ઓપરેશન ચાર કલાક ચાલ્યું હતું. ડૉક્ટરોએ આ બાળકના પેટમાંથી 100 ગ્રામ કરતા પણ વધારે નાની નાની અનેક પથરી કાઢી હતી.

English summary
Many stones were found in the stomach of 7 years old boy.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.