આટલા સરસ ફોરલેન રસ્તા બનાવવા બદલ સરકારનો ખુબ ખુબ આભારઃ પદયાત્રી નેહા પ્રજાપતિ
આટલા સરસ ફોરલેન રસ્તા બનાવવા બદલ સરકારનો ખુબ ખુબ આભારઃ પદયાત્રી નેહા પ્રજાપતિ
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં દૂર દૂરથી ચાલતા પદયાત્રિકો અંબાજી પહોંચી રહ્યા છે. અંબાજી તરફના રસ્તાઓ ફોરલેન બનતા પદયાત્રિકોને મોટી રાહત મળી છે અને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારશ્રી દ્વારા રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી તૈયાર કરાયેલ દાંતા- અંબાજી ફોરલેન રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે.

ડીસાથી પદયાત્રા કરીને પરિવાર સાથે અંબાજી દર્શનાર્થે આવેલા નેહા પ્રજાપતિએ રસ્તાઓ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું કે, હું મારા ફેમીલી સાથે મા અંબાના દર્શન કરવા પગપાળા ચાલીને આવી છું. આટલા સરસ ફોરલેન રસ્તાઓ બનાવવા બદલ તેમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ફોરલેન રસ્તાઓ બનવાથી અંબાજી આવતા યાત્રિકોને ખુબ સારી સુવિધા મળતી થઇ છે.
બોરસદથી પદયાત્રા કરીને આવેલા શ્રી સંજયભાઇએ જણાવ્યું કે, અમે છેલ્લા ૧૪ વર્ષથી પદયાત્રા કરીને અંબાજી મેળામાં આવીએ છીએ. આ વર્ષે મેળામાં ખુબ સરસ વ્યવસ્થા છે. પહેલાં સીંગલ રોડ હતા એટલે ચાલવા તકલીફ પડતી હતી, હવે ફોરલેન રસ્તાઓ બનવાથી ખુબ સરસ વ્યવસ્થા ઉભી થઇ છે એ બદલ સરકારશ્રીનો આભાર માનીએ છીએ.












Click it and Unblock the Notifications
