રાજકોટમાં ૧૮ ફેબ્રુઆરીએ મેરેથોનનું આયોજન, સીએમ રૂપાણી કરાવશે પ્રારંભ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રાજકોટ શહેર માં સતત બીજા વર્ષે ફૂલ અને હાફ સહીત પાંચ કેટેગરીમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગર પાલિકા અને રાજકોટ શહેર પોલીસ દ્વારા સંયુક્ત રીતે યોજાતી આ મેરેથોનની તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ વર્ષે તારીખ ૧૮ ફેબ્રુઆરીને રવિવાર ના રોજ ૬૪,૦૦૦ લોકો મેરેથોનમાં જોડાશે. મેરેથોનનો પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરાવશે. મેરેથોનમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે નવા રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. અને ફન રન અને પ્રોફેશનલ રન ને અલગ રાખવાની સાથે ૧૦ , ૨૧ , અને ૪૨ કિલોમીટરના રૂટ તેમજ ૫ કિલોમીટરના રૂટ જુદા રાખવામાં આવ્યા છે. દોડવીરોનો ઉત્સાહ વધારવા ૧૦૦થી વધારે ચીયર પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે તો રસ્તામાં પાણી , જ્યુસ નાસ્તા સહીતની પણ વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં આવી છે. મેરેથોન ના દિવસે સવાર ના ૪ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી કેટલાક રસ્તાઓ ડાયવટ કરવામાં આવ્યા છે. જેને લાગતું જાહેરનામું પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

Marathon

ગત વર્ષે યોજાયેલ મેરેથોનમાં ૬૧૦૦૦ જેટલા લોકો એ ભાગ લીધો હતો જયારે આ વર્ષે મેરેથોન માં ૬૪૦૦૦ થી વધારે લોકો એ મેરેથોન માં ભાગ લીધો છે. આ વર્ષે યોજાનાર મેરેથોન માં રાજકોટ ઉપરાંત અન્ય શહેર અને પંજાબ, મહારાષ્ટ્ર સહીત ના અન્ય અન્ય રાજ્યોમાંથી દોડવીરો ભાગ લેવા આવવાના છે જેમાં આ વર્ષે ખાસ ૩૦ જેટલા વિદેશીઓ પણ ૨૧ અને ૪૨ કિલોમીટર ની મેરેથોન માં ભાગ લેવા આવાના છે.

રાજકોટ શહેર માં સતત બીજા વર્ષે યોજાનાર મેરેથોન માં ટ્રાફિક સમસ્યા ન સર્જાઈ તે માટે ખાસ વ્યવસ્થા રાજકોટ શહેર પોલીસ દ્વારા ગોઠવવામાં આવી છે. રાજકોટ મેરેથોન ૨૦૧૮ ના શરૂઆત ના પોઈન્ટ થી અંત ના પોઈન્ટ સુધી ના તમામ રૂટ પર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે જેમાં રાહદારીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તકેદારી રાખવામાં આવશે ખાસ કરી ૧૫૦ જેટલા પોલીસ અધિકારીઓ સહીત ૧૫૦૦ જેટલા પોલીસ જવાનો મેરેથોન દરમિયાન બંદોબસ્ત માં હાજર રહેશે. મેરેથોન ના દિવસે સવાર ના ૪ વાગ્યા થી સાંજના ૬ વાગ્યા સુધી કેટલાક રસ્તાઓ ડાયવટ કરવામાં આવ્યા છે.

English summary
Marathon will be organized at Rajkot on 18th February, CM will inaugurated.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.