For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભરૂચની પેસ્ટિસાઈડ કંપનીમાં બ્લાસ્ટ થતાં 40 શ્રમિકો ઘાયલ

ભરૂચની પેસ્ટિસાઈડ કંપનીમાં બ્લાસ્ટ થતાં 40 શ્રમિકો ઘાયલ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ દહેજમાં એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ થવાથી આગ ફાટી નીકળી જેમાં 40 જેટલા શ્રમિક દાઝી ગયા. આ વિસ્ફોટ દહેજના ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં આવેલ એક ફેક્ટરીમાં થયો. આગ ઓલવવા માટે ફાયરની 10 ગાડીઓ જહેમત ઉઠાવી રહી છે. જિલ્લાના એક અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે રસાયણ ઝેરીલું હવાથી આજુબાજુના ગામના લોકને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

bharuch

તસવીરોમાં કેમિકલ પ્લાન્ટ ઉપરથી ધુમાડો જ ધુમાડો દેખાઈ રહ્યો છે. ભરૂચના કલેક્ટર એમડી મોદિયાએ પીટીઆઈને જણાવ્યું કે, "બપોરે એક એગ્રો-કેમિકલ કંપનીના બૉયલરમાં વિસ્ફોટ થયા બાદ લગભગ 35-40 શ્રમિકો દાઝી ગયા હતા. તમામ ઘાયલને ભરૂચની હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે અને આગ પર કાબૂ મેળવવાન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે."

કલેક્ટરે આગળ જણાવ્યું કે આખી ફેક્ટરીમાં આગ લાગી છે, કેમિકલ પ્લાન્ટ પાસે આવેલા બે ગામના લોકોને હટાવી દેવામાં આવ્યા છે. સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ ફેક્ટરીમાં કામ કરી રહેલા 40 જેટલા લોકો ઘાયલ થયા છે, તમામને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. બૉયલરમાં કયા કારણોસર વિસ્ફોટ થયો તે અંગે હજી સુધી જાણી શકાયું નથી.

Recommended Video

03-06-2020 : સિટી રાઉન્ડઅપ : એક ક્લિક પર જુઓ કોરોના સહિત ભરૂચ જિલ્લાના મુખ્ય સમાચાર

પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે Asteroid 2020 KE4, જાણો કેટલો ખતરનાક છેપૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે Asteroid 2020 KE4, જાણો કેટલો ખતરનાક છે

English summary
massive blast in pesticide factory of bharuch, many injured
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X