નરેન્દ્ર મોદીની સેલ્ફીનો મામલો, આજે આવશે ચુકાદો
[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મોદીની સેલ્ફીના કેસનો ચૂકાદો
નરેન્દ્ર મોદી દ્વારા પોતાના રાણીપ મત વિસ્તારમાં વોટિંગ કર્યા બાદ સેલ્ફી લેવાના મામલે આચારસંહિતાના ભંગનો કેસ ચાલ્યો હતો.
મિરઝાપુર કોર્ટ આજે ચૂકાદો આપે તેવી સંભાવના છે.

મહિલાઓએ CM આનંદીબહેન સમક્ષ બળાપો
સાસણમાં મહિલાઓએ CM આનંદીબહેન સમક્ષ બળાપો- 'અમારી પાસે BPL કાર્ડ નથી, પૈસાદાર લોકો પાસે BPL કાર્ડ છે'.

ગીરમાં સિંહોની સંખ્યામાં 27 ટકાનો ઐતિહાસિક વધારો
મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સાસણમાં. સિંહની ગણતરીના આંકનો વિરોધ કરનારાને CMનો જવાબ. સમાજમાં કેટલાક લોકો નેગેટિવ હોય છે. સાવજે ગુજરાતની શાન વધારી, સંખ્યા 523. વિશ્વમાં એકમાત્ર એશિયાટિક લાયનની વસાહત. ગીરમાં સિંહોની સંખ્યામાં 27 ટકાનો ઐતિહાસિક વધારો.

પોરબંદરમાં થયેલા ફાયરિંગનો મામલો
પોરબંદરમાં થયેલા ફાયરિંગનો મામલો. કુખ્યાત રાજૂ રાણાએ કર્યુ હતું ફાયરિંગ. સંજય ગોસ્વામી, વિજય ગોસ્વામી કર્યુ હતું ફાયરિંગ.

અધ્યાપક સહાયની 496 ભરતી
અધ્યાપક સહાયની 496 ભરતી સામે ઉમેદવારો કોર્ટમાં જાય તેવી શક્યતા. 10મી મેએ અરજી સ્વીકારવાની મુદત થઈ પુરી.












Click it and Unblock the Notifications
