આનંદીબેનના ઘરઘર શૌચાલયના દાવા પોકળ

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસ

ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસ

નરોડા ગામ રમખાણ કેસ મામલો. વિશેષ અદાલતમાં ચાલી રહી છે સુનાવણી. સાક્ષીઓની થઈ રહી છે ઉલટ તપાસ. જયારે ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડ કેસમાં 4 પોલીસ અધિકારીઓને આરોપી બનાવવાના મુદ્દે ચુકાદો ટળ્યો. ખાસ અદાલતમાં 3 વાગ્યા સુધી ચુકાદો ટળ્યો.

નારાયણ સાંઈને હાઇકોર્ટની ફટકાર

નારાયણ સાંઈને હાઇકોર્ટની ફટકાર

હાઈકોર્ટે નારાયણ સાંઈના ત્રણ સપ્તાહના જામીન કર્યા મંજૂર.માતાના ઓપરેશન માટે કરી હતી જામીન અરજી. આવતી કાલથી નારાયણ સાંઈ જામીન મુક્ત. જોકે હાઈકોર્ટે નારાયણ સાંઈને આપી ચેતવણી. 1 જૂન સુધીમાં ઓપરેશન નહીં થાય તો સરન્ડર કરવું પડશે. સાંઈની માતાનું ઓપરેશન 27 મેએ થાય તેવી સંભાવના છે.

હેરેસમેન્ટના આરોપી પ્રોફેસરનો બદનક્ષીનો દાવો

હેરેસમેન્ટના આરોપી પ્રોફેસરનો બદનક્ષીનો દાવો

પ્રોફેસર પ્રદીપ પ્રજાપતિએ 5 કરોડની બદનક્ષીનો દાવો માંડ્યો. અત્રે નોંધનીય છે કે 3 વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર પર હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો.

અપના બજારમાં હોબાળો

અપના બજારમાં હોબાળો

લાલ દરવાજાના અપના બજારમાં હોબાળો. સર્વર ડાઉન થઈ જતા લોકોનો હોબાળો. ક્રિમિલેયર સર્ટીફિકેટ કઢવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા પરંતુ સર્વર ડાઉન થઇ જતા લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભુ રહેવું પડ્યું હતું, જેથી લોકોએ હોબાળો મચાવ્યો હતો.

મનોરોગી પોસ્ટમાસ્ટર

મનોરોગી પોસ્ટમાસ્ટર

નડિયાદ જનરલ પોસ્ટ ઓફિસનો મામલો. પોસ્ટ માસ્ટર મનોરોગી હોવાનો કર્મચારીઓનો આક્ષેપ. કર્મચારીઓએ જણાવ્યું કે પોસ્ટ માસ્ટર મહિલાઓને ગંદી ગાળો બોલે છે.

કેન્દ્રીય પ્રધાનો રાજ્યની મુલાકાતે

કેન્દ્રીય પ્રધાનો રાજ્યની મુલાકાતે

26મી મેના રોજ કેન્દ્ર સરકારના એક વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. જેને ધ્યાનમાં લઇને કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી, રાજનાથસિંહ, હરિભાઈ ચૌધરી, મોહન કુંડારીયા ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.

આનંદીબેનના ઘરઘર શૌચાલયના દાવા પોકળ

આનંદીબેનના ઘરઘર શૌચાલયના દાવા પોકળ

22 મેના રોજ આનંદીબેન સરકારને રાજ્યમાં એક વર્ષપૂર્ણ થયું. રાજ્ય સરકારના ઘરઘર શૌચાલયના દાવો ખોટો સાબિત થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. સીએમના ખરોડ ગામમાં જ દરેક ઘરમાં શૌચાલય નથી. 1400 ઘરોમાંથી 1100 ઘરોમાં શૌચાલય નહીં હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X