મોદી સરકારને 1 વર્ષ થતા જશોદાબેને ખોડીયાર મંદિરમાં કરી પાર્થના

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

 જશોદાબેન ખોડિયાર માતાના મંદિરે

જશોદાબેન ખોડિયાર માતાના મંદિરે

PM મોદીના પત્ની જશોદાબહેન પાટણમાં ખોડિયાર માતાના મંદિરે દર્શન કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ થવા પર દર્શન કરી પ્રાર્થના કરી હતી.

અરૂણ જેટલી ગુજરાતમાં

અરૂણ જેટલી ગુજરાતમાં

FM અરૂણ જેટલી કરનાળી ગામની મુલાકાત લીધી હતી. 97.42 લાખના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું. કરનાળી સહિત ચાર ગોમોને અરૂણ જેટલીએ લીધા દત્તક.

આસારામ- યુવતીના યૌન શોષણ મામલો

આસારામ- યુવતીના યૌન શોષણ મામલો

આસારામ સહિત આઠ આરોપીઓની થઈ શકે છે ચાર્જફ્રેમ. આવતીકાલે યુવતીના યૌન શોષણ મામલે થઈ શકે છે ચાર્જફ્રેમ.

પોલીસની પૂછપરછ દરમિયાન આધેડનું મોત

પોલીસની પૂછપરછ દરમિયાન આધેડનું મોત

આણંદમાં પોલીસની પૂછપરછ દરમિયાન આધેડનું મોત થવાની હિંચકારી ઘટના સામે આવી છે. પેટલાદ ડિવાઈએસપી પોલીસ મથકે દોડી આવ્યા. ડીવાઈએસપીએ ન્યાયીક તપાસની ખાતરી આપી છે.

અખાદ્ય મેગી વિવાદ મામલો

અખાદ્ય મેગી વિવાદ મામલો

અખાદ્ય મેગી વિવાદ મામલો. USFDA દ્વારા ફરિયાદ ફાઈલ કરાશે. USFDA નેસ્લે કંપની પર કરશે ક્રિમીનલ કેસ. નેસ્લે કંપનીના શેરના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો. મેગીના ચાલતા વિવાદને લઈ શેરના ભાવ ઘટ્યા. USFDA તરફથી ફરિયાદની બાબતે ભાવ ઘટ્યા.

ગોંડલમાં વૃદ્ધનો આત્મવિલોપન

ગોંડલમાં વૃદ્ધનો આત્મવિલોપન

ગોંડલમાં વૃદ્ધનો આત્મવિલોપનનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો.

રાજસ્થાન હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર

રાજસ્થાન હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઊતરી ગયા છે. પગાર વધારાના મુદ્દે હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે.

કોંગ્રેસમાં ફરી જૂથવાદ

કોંગ્રેસમાં ફરી જૂથવાદ

કોંગ્રેસના રાજકોટ શહેર કોંગ્રેસમાં ફરી જૂથવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા આજે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા

બનાસકાંઠા

પાલનપુરમાં કોંગ્રેસના 100 કાર્યકર્તાઓની કરાઈ અટકાયત. ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા જતા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X