સુરતમાં અમિત શાહના સ્વાગત માટે ઉમટી પડી લોકમેદની

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

 ભાજપમાં આંતરિક વિવાદ

ભાજપમાં આંતરિક વિવાદ

કોડીનાર બાદ વેરાવળ ભાજપમાં આંતરિક વિવાદ સામે આવી રહ્યો છે. જનકલ્યાણ સંમેલનની પત્રીકામાં ભાજપ અગ્રણીઓ નામ નહી હોવાથી વાત વણસી. 28 મીએ જનકલ્યાણ પર્વ સંમેલનને લઈ જુથવાદ થઇ રહ્યો છે.

વલસાડમાં નકલી ચલણી નોટો ઝડપાઈ

વલસાડમાં નકલી ચલણી નોટો ઝડપાઈ

વલસાડમાં 2.84 લાખની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. 1000ના દરની લાખોની નકલી ચલણી નોટો ઝડપાઈ છે. કપરાડા પોલીસ સ્ટેશન નજીકથી કારમાંથી નકલી નોટો મળી આવી હતી.

અમિત શાહનું સ્વાગત

અમિત શાહનું સ્વાગત

સુરતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના સ્વાગત માટે માર્ગો પર કાર્યકરોની ભીડ. સુરતના માર્ગો ભગવા રંગે રંગાયા. અમિત શાહ સાથે જીપમાં પ્રદેશ અધ્યક્ષ આર.સી.ફળદુએ પણ હાજરી આપી હતી.

શરતોમાં સુધાર માટે કરી અરજી

શરતોમાં સુધાર માટે કરી અરજી

નારાયણ સાંઈને માતાના ઓપરેશન માટે શરતી ત્રણ સપ્તાહ માટે જામીન આપ્યા છે. સાંઈએ જામીન શરતોમાં સુધાર માટે કરી અરજી હાઈકોર્ટમાં કરી છે. અરજીમાં નારાયણ સાંઈએ શરતોમાં સુધાર કરવા માટે રજૂઆત કરી છે.

ફાસ્ટ એટેક બોટ વડે પેટ્રોલિંગ

ફાસ્ટ એટેક બોટ વડે પેટ્રોલિંગ

કચ્છ સરહદે ફાસ્ટ એટેક બોટ વડે પેટ્રોલિંગ. અમેરિકાથી આવેલી બોટોને કામે લગાડાઈ. અત્યાર સુધી સ્પિડબોટ વડે જ થતું હતું પેટ્રોલિંગ.

બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત

બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત

અમદુપુરા બ્રિજ પર બે બાઈક અને બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બાઈકચાલક ઈજાગ્રસ્ત થયા હતા.
હાલમાં બંને બાઈકચાલકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

દરિયાઈ સરહદે બોટને અકસ્માત

દરિયાઈ સરહદે બોટને અકસ્માત

કચ્છની દરિયાઈ સરહદે બોટને અકસ્માત નડ્યું. દરિયાઈ સરહદે બીએસએફની સ્પીડ બોટને નડ્યો અકસ્માત. સ્પીડ બોટ ઊંધી વળી ગઈ. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, તમામ 8 જવાનો સુરક્ષિત છે.

ત્રણ સગીરા પર દુષ્કર્મ

ત્રણ સગીરા પર દુષ્કર્મ

તળાજાના શોભાવડ ગામે ત્રણ સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. મોડી રાત્રે ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. એક આરોપી હજી પણ ફરાર છે.

બાળમજૂરોને છોડાવાયા

બાળમજૂરોને છોડાવાયા

બાલાસિનોરમાંથી ચાર બાળમજૂરોને છોડાવાયા. લારી-ગલ્લા દુકાનોમાં રેડ કરી બાળમજૂરોને છોડાવવામાં આવ્યા. સ્થાનિક પોલીસે રેડ કરી બાળ મજૂરોને છોડાવ્યા.

આમરણાંત ઉપવાસ

આમરણાંત ઉપવાસ

લુણાવાડાના ઘેસિયા ગામના લોકો ભાદર કેનાલમાંથી 35 વર્ષથી પાણી ન મળતા રોષે ભરાયા છે અને તેમણે આમરણાંત ઉપવાસ કરવાનું આંદોલન છેડ્યું છે. 500 જેટલા ખેડૂતો પણ આંદોલનમાં જોડાયા છે.

સ્ટાફ હડતાળ પર, દર્દીઓ રજળ્યા

સ્ટાફ હડતાળ પર, દર્દીઓ રજળ્યા

જીવરાજ મહેતા હોસ્પિટલમાં લાખોની ગ્રાન્ટ મળવા છતાં દર્દીઓનો હાલ બેહાલ. છેલ્લા 4 દિવસથી સ્ટાફ હડતાળ પર ઉતર્યો છે. સ્ટાફ હડતાળ પર જતા દર્દીઓ રઝળી પડ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X