12 સાયન્સનું 86.10 ટકા પરિણામ, વિદ્યાર્થિનીઓએ બાજી મારી
[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
શોટ સર્કિટના કારણે લાગી હતી આગ
મોડી રાતે રૂચી લાઈફ સ્ટાઈલમાં શોટ સર્કિટના કારણે લાગી હતી આગ. જે એક રેડીમેડ કાપડનું ગોડાઉન હતું જેમાં આગ લાગી હતી. આગમાં લાખોનો સામાન બળીને ખાક થઇ ગયો હતો.
આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો
આણંદના આંકલાવમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો. કારમાં આવેલ અજાણ્યા શખસોએ રૂ. 76 લાખ રૂપિયાની લૂંટ ચલાવી. પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને તપાસ હાથ ધરાઇ છે.
ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર
ધોરણ 12 સાયન્સનું પરિણામ આવી ગયું છે. આ વખતે 12 સાયન્સનું 86.10 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થિનીઓ 86.76 ટકા પરિણામ, વિદ્યાર્થીઓનું 85.75 ટકા પરિણામ આવ્યું. સાયન્સ સ્ટ્રીમમાં પણ વિદ્યાર્થિનીઓએ બાજી મારી.
ગરમીના કારણે ઝાલાવાડમાં ત્રણનાં મોત
ગરમીના કારણે ઝાલાવાડમાં ત્રણનાં મોત. અલગ અલગ જગ્યાએ ત્રણ લોકોનાં મોત થયા હોવાના અહેવાલ મળ્યા છે. સાયલા-મોરસલ અને પાટડીમાં થયા મોત.
કેદીઓએ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા અરજી
સેન્ટ્રલ જેલના 11 હિન્દુ કેદીઓને જેલમાં સહકેદીઓ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો, આ હેરાનગતિથી ત્રસ્ત થઈને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે આ કેદીઓએ અરજી કરી હતી. જોકે જેલ સુપરિન્ટેન્ડન્ટે આ ઘટના અંગે ઇનકાર કર્યો હતો.
વિદેશી દારૂના મામલે PSI સસ્પેન્ડ
બોદલાગામથી ઝડપાયેલા લાખો રૂપિયાના વિદેશી દારૂના મામલે PSI ડીજે ચૂડાસમાને સસ્પેન્ડ કરાયા છે. ગાંધીનગરની આરઆરસેલની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી.