
માયા કોડનાનીને અમિત શાહ યાદ આવ્યા, કહ્યું કોર્ટમાં હાજર થાવ!
અહમદાવાદ: ગુજરાત સરકારના ભૂતપૂર્ણ મંત્રી અને ભાજપના નેતા માયા કોડનાનીએ ગોધકા કાંડ પછી થયેલા તોફાનો મામલે બીજેપી અધ્યક્ષ અમિત શાહ સમેત 14 અન્ય લોકોને સમન્સ મોકલવાની માંગ કોર્ટ આગળ કરી છે. કોડનાનીએ સ્પેશ્યલ કોર્ટમાં એપ્લિકેશન આપી કહ્યું છે કે તેમના બચાવમાં આ લોકોના નિવેદન લેવા પણ જરૂરી છે. કોડનાનીના વકીલે ગુરુવારે કોર્ટ એક અરજી આપી આ અંગે જવાબ માંગ્યો છે. ત્યારે આ અંગે કોર્ટ આવનારા સોમવારે સુનવણી કરશે.
સીઆરપીસી હેઠળ અરજી
આ જ મહીને કોડનાની એ સીઆરપીસીની ધારા 233 (3) હેઠળ અમિત શાહ સમેત 14 લોકોને કોર્ટ દ્વારા સમન્સ મોકલવાની અપીલ કરવામાં આવી છે. સીઆરપીસીની આ ધારા મુજબ જો આરોપી વ્યક્તિ કોઇ પણ સાક્ષી કે પુરાવા રજૂ કરવા માટે આવેદન કરે છે તો જજ તે વાતની અનુમતિ આપે છે. જો કે સાથે જ જો જજને લાગ્યું કે આમ કરવાથી કેસને ભ્રમિત કરવામાં આવી રહ્યો છે તો તે આ અરજીને ફગાવી પણ શકે છે.
Read also: ગુજરાત વિધાનસભામાં જ્યારે અમિત શાહે યાદ કર્યો કોમી તોફાનો
જમાનત પર છે કોડનાની
એક વખતે અમિત શાહની ખાસ વ્યક્તિ ગણાતી કોડનાની આજે પોતાને નિર્દોષ સાબિત કરવા માટે છેવટે અમિત શાહની જ મદદ લેવાની વાત કરી છે. નોંધનીય છે કે ગોધરા કાંડ પછી 28 ફેબ્રુઆરી 2002માં કોડનાની પર હિંસા ભડકાવવા અને નરોડા પાટિયા નરસંહાર મામલે આરોપી જાહેર કરવામાં આવી છે. અને આ માટે તેમને ઉમરકેદની સજા પર કોર્ટ દ્વારા સંભળાવવામાં આવી છે. કોર્ટ મુજબ કોડનાની જ આ તોફાનોની માસ્ટરમાઇન્ડ હતી. જો કે ગુજરાત હાઇકોર્ટના આદેશ પર જુલાઇ 2014થી તેમને જમાનત પર છોડવામાં આવ્યા છે.