For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજુલામાં હોસ્પિટલ માટે માયાભાઈ આહીરે દાન આપી 1 કરોડની જમીન

અમરેલીના રાજુલામાં નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ બનવા જઈ રહી છે. આ હોસ્પિટલનો વિચાર કથાકાર મોરારિબાપૂએ મૂક્યો હતો. અને લોકકલાકારો, કવિઓ, શ્રેષ્ઠીઓએ વધાવી લીધો. અને તાત્કાલિક દાન શરૂ થઈ ગયું. રાજુલામાં

|
Google Oneindia Gujarati News

અમરેલીના રાજુલામાં નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલ બનવા જઈ રહી છે. આ હોસ્પિટલનો વિચાર કથાકાર મોરારિબાપૂએ મૂક્યો હતો. અને લોકકલાકારો, કવિઓ, શ્રેષ્ઠીઓએ વધાવી લીધો. અને તાત્કાલિક દાન શરૂ થઈ ગયું. રાજુલામાં બનવા જઈ રહેલી આ અતિઆધુનિક અને સુવિધાવાળી હોસ્પિટલમાં દર્દીઓને સાવ જ નિઃશુલ્ક સારવાર કરી આપવામાં આવશે.

માયાભાઈએ કર્યું આટલું દાન

માયાભાઈએ કર્યું આટલું દાન

એટલું જ નહીં દર્દી સાથે રહેતા તેમના સગાઓને પણ નિઃશુલ્ક ભોજન ઉપલબ્ધ થશે. જેથી સારવાર માટે આવતા લોકોને મુશ્કેલી ન પડે. જાણીતા લોકકલાકાર, હાસ્યકાર માયાભાઈ આહીરે આ હોસ્પિટલ માટે લગભગ 1 કરોડની કિંમતની જમીન દાનમાં આપી છે. તો મૂળ રાજુલાના અને મુંબઈના ઉદ્યોગપતિ અનિલભાઈ મહેતાએ 2 કરોડનું દાન કર્યુ છે.

સોશિયલ મીડિયા પર મૂકાયો વીડિયો

સોશિયલ મીડિયા પર મૂકાયો વીડિયો

આ હોસ્પિટલની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે સંખ્યાબંધ કલાકારો જોડાયા છે. આ માટે સોશિયલ મીડિયા પર એક ખાસ વીડિયો પણ રિલીઝ કરાયો છે. જેમાં માયાભાઈ આહીર, સાંઈરામ દવે, કીર્તિદાન ગઢવી અને ધારાસભ્ય અંબરીષ ડેરે આખાય પ્રોજેક્ટ વિશે માહિતી આપી છે.

મોરારીબાપુની યોજાશે કથા

મોરારીબાપુની યોજાશે કથા

રાજુલામાં બનનારી આ હોસ્પિટલ માટે મોરારીબાપુએ કથા પણ આપી છે. 14 માર્ચથી 22 માર્ચ સુધી રાજુલામાં આ હોસ્પિટલ માટે મોરારિબાપુ કથા કરશે. આ હોસ્પિટલના ટ્રસ્ટમાં મુંબઈના અનિલભાઈ મહેતા, હરેશભાઈ મહેતા, પૂર્વ સીએસ પી. કે. લહેરી, ધારાસભ્ય અંબરીષ ડેર જેવા લોકો જોડાયેલા છે. શ્રી રામકૃષ્ણ આરોગ્ય ટ્રસ્ટના નેજા હેઠળ આ હોસ્પિટલ નિર્માણ પામશે. તો જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે પણ પોતાની રીતે સેવા આપી રહ્યા છે.

આ પણ વાંચો: મલ્હાર ઠાકરની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, જાણો ક્યારે થશે રિલીઝ ?

English summary
Mayabhai ahir donated land for a hospital in Rajula
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X