મલ્હાર ઠાકરની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ, જાણો ક્યારે થશે રિલીઝ ?

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને જેમના મોટી સંખ્યામાં ફેન્સ છે એવા મલ્હાર ઠાકરની એક ફિલ્મ ગોળકેરી થિયેટર્સમાં ધમાલ મચાવી રહી છે. માનસી ગોહિલ અને મલ્હારની ફિલ્મ ગોળકેરીને દર્શકોનો શાનદાર પ્રતિસાદ મળી રહ્

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને જેમના મોટી સંખ્યામાં ફેન્સ છે એવા મલ્હાર ઠાકરની એક ફિલ્મ ગોળકેરી થિયેટર્સમાં ધમાલ મચાવી રહી છે. માનસી ગોહિલ અને મલ્હારની ફિલ્મ ગોળકેરીને દર્શકોનો શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે મલ્હારના ફેન્સ માટે વધુ એક ગૂડ ન્યુઝ આવ્યા છે. મલ્હાર ઠાકરે પોતાની વધુ એક ફિલ્મનું શૂટિંગ પૂરુ કરી લીધું છે.

શૅર કર્યા ફોટોઝ

શૅર કર્યા ફોટોઝ

જી હાં, આ ફિલ્મમાં મલ્હાર સાવ નવા જ અવતારમાં જોવા મળશે. મલ્હારે પોતાની ફિલ્મ ‘ધૂઆંધાર'નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જાણીતા ગુજરાતી કલાકાર જીતેન્દ્ર ઠક્કરે રેપ અપના ફોટોઝ પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કર્યા હતા. આ પોસ્ટમાં મલ્હારની સાથે આલીષા પ્રજાપતિ અને હસમુખ ઠક્કર સહિત ફિલ્મની ટીમ દેખાઈ રહી છે.

ક્યારે થઈ શકે છે રિલીઝ ?

ક્યારે થઈ શકે છે રિલીઝ ?

મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ધૂઆંધાર'નું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યુ છે. હવે ટૂંક સમયમાં જ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શનમાં જશે. અને મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ 2020ના અંતમાં અથવા 2021ની શરૂઆતમાં રિલીઝ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે મલ્હાર ઠાકર આ ફિલ્મમાં એક જુદા જ અવતારમાં જોવા મળશે. રેહાન ચૌધરી ડિરેક્ટેડ ધૂઆંધારમાં મલ્હાર બોક્સરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ અમદાવાદમાં જ થયું છે.

મલ્હારે લીધી છે ટ્રેનિંગ

મલ્હારે લીધી છે ટ્રેનિંગ

‘ધૂઆંધાર'ના શૂટિંગ માટે મલ્હારે ખાસ વેઈટ લોસ કર્યુ છે, આ ઉપરાંત તેમણએ બોસ્કિંગની ટ્રેનિંગ પણ લીધી છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો વાર્તા રેહાન ચૌધરીએ જ લખી છે. જ્યારે સ્ક્રીન પ્લે તેમની સાથે જૈમિન મોદીએ લખ્યો છે. આ પહેલા રીહાન ચૌધરી અરમાન અને તું છે ને જેવી ફિલ્મો આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે બલૂન નામની ફિલ્મ પ્રોડ્યુસ કરી હતી.

આ પણ વાંચો: આલિયા ભટ્ટની ગંગૂબાઈ કાઠિયાવાડિમાં થઈ ગઈ કેટરીના કૈફની એન્ટ્રી? આવી રીતે ધમાકો કરશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X