બનાસકાંઠામાં ઓરીનો રોગચાળો વકરતા તંત્ર એક્શનમાં
બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસોમાં છેલ્લા ત્રણ મહિનાથી સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધાનેરા તાલુકો વધુ પ્રભાવિત બન્યો છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા, ગાંધીનગરના આરોગ્ય કમિશનરના અધ્યક્ષસ્થાને ધાનેરા તાલુકા પંચાયત ખાતે એક બેઠક યોજાઈ હતી.
ધાનેરામાં ૧૨ કેસ સામે આવતા કમિશનરે ૧૪ તાલુકાના હેલ્થ ઓફિસરો સાથે તાત્કાલિક બેઠક કરી રોગચાળાને નિયંત્રિત કરવા સૂચના આપી છે.

ડિસેમ્બર મહિનામાં જિલ્લામાં કુલ ૨૬ ઓરીના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં પાલનપુર (૬), ધાનેરા (૬), લાખણી (૪) અને થરાદ (૪) નો સમાવેશ છે. વધતા કેસોને લીધે ધાનેરા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વેલન્સ હાથ ધરાયું છે.
આશા અને હેલ્થ વર્કરો દ્વારા સઘન રસીકરણ તથા ૯ મહિનાથી ૫ વર્ષના બાળકોને ઓરીનો બુસ્ટર ડોઝ પણ અપાઈ રહ્યો છે.
સર્વેલન્સ હેઠળ હેલ્થ વર્કરો ઘરે-ઘરે જઈ ઓરીના લક્ષણો તપાસી તાત્કાલિક સારવાર આપી રહ્યા છે. ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ આરોગ્ય કમિશનર સાથે બેઠક કરી જિલ્લા આરોગ્યતંત્રને ત્વરિત સેવાઓ પૂરી પાડવા રજૂઆત કરી હતી. કમિશનરે શિયાળામાં થતા અન્ય રોગચાળાને નાથવા પણ તાલુકા આરોગ્ય અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.












Click it and Unblock the Notifications
