ગુજરાતના ડોક્ટર જેમણે પોતાના જન્મદિવસે 51 બાળકોને દત્તક લીધા

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદના ડોક્ટર શૈલેષ ઠાકર જેઓ 58 વર્ષના થયા અને તેમણે પોતાના જન્મદિવસ ની ઉજવણી રૂપે 51 બાળકોને દત્તક લીધા છે. પોતાના જન્મદિવસ પર આ ડોક્ટરે 51 બાળકોને પોતાના ઘરે પાર્ટી માટે ઇન્વાઇટ કર્યા. તેમને કેક, ચોકલેટ અને જમવાની મેજબાની આપ્યા પછી તેમણે બધાને દત્તક પણ લઇ લીધા.

ahmedabad

અમદાવાદના ડોક્ટર શૈલેષ ઠાકરે તે બધા જ 51 બાળકોને દત્તક લઈને તેમના સ્કુલથી લઈને નોકરી મળતા સુધી બધો જ ખર્ચો ઉપાડી લીધો છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમને આવા સારા કામ કરવા માટે પ્રેરણા ક્યાંથી મળી. તો તેના જવાબમાં તેમને કહ્યું કે તેઓ હંમેશાથી જેમની પાસે ભણતર ની વિકલ્પ નથી તેમના માટે કંઈક કરવા માંગતા હતા.

51 બાળકોને દત્તક લેવું અને તેમની સંભાળ રાખવી ખુબ જ મુશ્કિલ બાબત છે. એટલા માટે ડોક્ટર શૈલેષ ઠાકરે બાળકો માટે કામ કરી રહેલા બીજા ઓર્ગેનાઇઝેશન સાથે હાથ મિલાવી લીધો છે. અમદાવાદના ડોક્ટર શૈલેષ ઠાકરનું એનજીઓ છાંયડો બીજા ઓર્ગેનાઇઝેશન જેવા કે બાલ ભવન, વિસામો કિડ્સ, સંવેદના, અને ફૂટપાથ સ્કૂલ સાથે મળીને બાળકોના ભણતર માટે કામ કરશે. હેલ્થ અને ભણતરના ત્રણ એક્સપર્ટ પણ તેમની મદદ કરશે.

હવે જો ફંડ વિશે વાત કરવામાં આવે તો ચાર વેપારીઓ જેઓ ડોક્ટર શૈલેષ ઠાકર ના એનજીઓ છાંયડો માં ટ્રસ્ટી છે. તેઓ પૈસા બાબતે મદદ કરશે. આ એનજીઓ વિશે વાત કરીયે તો તેમાં 15 બોર્ડ ઓફ ડાયરેક્ટર છે.

અમદાવાદના ડોક્ટર શૈલેષ ઠાકરે આ 51 બાળકો ને પસંદ કરવા માટે પણ એક ટેસ્ટ રાખ્યો હતો. ડોક્ટર શૈલેષ ઠાકરે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ને જણાવ્યું હતું કે આ બાળકોને પસંદ કરવા માટે એક ટેસ્ટ રાખવામાં આવ્યો હતો. ટેસ્ટ ઘ્વારા બાળકોને પસંદ કર્યા પછી તેમના માતાપિતા સાથે બોન્ડ સાઈન કરવામાં આવ્યો હતો કે આ બાળકો તેમના એનજીઓ છાંયડો હેઠળ આવે છે અને તેમના ભણતરનો બધો જ ખર્ચો એનજીઓ ઉપાડશે.

તેમને આગળ જણાવ્યું કે તેઓ આવતા વર્ષે બીજા 51 બાળકોને પસંદ કરવા જઈ રહ્યા છે અને તેમનો ખર્ચો ઉપાડશે.

English summary
Ahmedabad-based doctor Shailesh Thaker, who turned 58 on Tuesday, decided to make best use of his birthday. Instead of celebrating his "big day" only with his friends and family members, the cognitive psychologist decided to invite 51 street kids to the party.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.