સીઆર પાટીલ-નરેશ પટેલ વચ્ચે બેઠક, સૌરાષ્ટ્રનુ રાજકારણ ગરમાયુ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ મુલાકાતે છે ત્યારે પાટીદાર આગેવાન અને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના ઘરે રૂબરૂ જઈ તેમની મુલાકાત કરી હતી. બંને વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. જેમાં પાટીદાર સંસ્થાઓની માંગણી અનુસાર પાટી

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટ મુલાકાતે છે ત્યારે પાટીદાર આગેવાન અને ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલના ઘરે રૂબરૂ જઈ તેમની મુલાકાત કરી હતી. બંને વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. જેમાં પાટીદાર સંસ્થાઓની માંગણી અનુસાર પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા અંગે વાત થઈ હતી. રાજકીય રીતે સૂચક ગણાતી આ બેઠકમાં પાટીલે નરેશ પટેલને કેસો પરત ખેંચવા ભાજપ સરકાર કટિબદ્ધ હોવાની વાત કહી છે તેવી માહિતી મળી રહી છે. સાથે જ 78 જેટલા કેસો પરત ખેંચવાની તૈયારી સરકાર કરી રહી છે તેવી વાત રૂબરૂ જઇ નરેશ પટેલને કહી રોષ ભભૂકે તે પહેલા ઠાળવાનો પ્રયાસ કરાયો હોય તેવુ આ બેઠક પરથી સ્પષ્ટ તારણ નીકળે છે.

CR Patil

બેઠક બાદ નરેશ પટેલે વીટીવી સાથે કરેલી વાતમાં કહ્યું છે કે મને ખાતરી છે કે જલ્દીથી આ કેસો પરત લેવામાં આવશે. પાટીદારો સામે કેસ પરત ખેચવાની મને જાણ હતી સવારે છે પાટીલ સાહેબે આ વિશે નિવેદન આપ્યું હતું. મને સપ્તાહ પહેલા જ પાટીલ મળવા આવવાના છે તેની જાણ હતી. ટૂંક સમયમાં પાટીદારો સામેના કેસ પાછા ખેંચાશે તેવી બાંહેધરી પાટીલે આપી છે

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટના પ્રવાસે છે. રાજકોટમાં સી.આર.પાટીલે પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસો મુદ્દે કહ્યું કે, જે કેસ પરત નથી ખેંચાયા તે પણ પરત ખેંચાશે. પાટીદાર આંદોલનમાં અગાઉ કેટલાક કેસો રદ કર્યા છે.78 જેટલા કેસો પરત લેવાની કાર્યવાહી સરકાર કરી રહી છે. સરકારે જે વાયદો કર્યો તેના પર અડગ છે. ચોક્કસપણે તેનું પાલન થશે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, ખોડલધામ તેમજ ઉમિયાધામ સંસ્થાએ પાટીદાર અનામત વખતે થયેલા કેસ પરત ખેચવા હામ ભરી હતી. મહત્વનું છે કે પાટીદાર અનામત આંદોલન ઉગ્ર બનતા ગુજરાતમાં વિકટ પરિસ્થિત સર્જાઈ હતી.જે બાદ સરકારે અનામત આંદોલનકારીઓ સામે અનેક કેસ કર્યા હતા.સામાજિક સંસ્થાઓના પ્રયાસો બાદ આંદોલનકારીઓએ આંદોલનકારીઓ સામે થયેલા કેસ પરત ખેંચવાની માગ સાથે આંદોલન સમેટી લીધુ હતુ. પરંતુ હજુ પણ રાજ્ય સરકાર દ્વારા અમુક આંદોલનકારીઓ સામે થયેલા ઘણા કેસ પરત ખેંચવામાં આવ્યા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X