રાજ્યના 226 તાલુકાઓમા વરસાદ, હજુ 4 દિવસ ભારે વરસાદની આગાહી!

રાજ્યમાં શરૂઆતના ચોમાસાએ નિરાશ કર્યા બાદ હવે ધીરે ધીરે ઘટ પુરી થઈ રહી છે. શ્રાવણ પુરો થઈ ગયો છે અને હવે ભાદરવામાં વરસાદે મેરેથોન ઈનિંગ્સની શરૂઆત કરી છે.

રાજ્યમાં શરૂઆતના ચોમાસાએ નિરાશ કર્યા બાદ હવે ધીરે ધીરે ઘટ પુરી થઈ રહી છે. શ્રાવણ પુરો થઈ ગયો છે અને હવે ભાદરવામાં વરસાદે મેરેથોન ઈનિંગ્સની શરૂઆત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે અને હજુ રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે.

આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે અગાઉ આગાહી કરી હતી કે રાજ્યમાં આખો સપ્ટેમ્બર મહિનો વરસાદી માહોલ રહી શકે છે. આ આગાહી સાચી પડી હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.

છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં 226 તાલુકાઓમાં વરસાદ

વરસાદના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 226 તાલુકાઓમાં સર્વત્ર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ 10 ઈંચ સુત્રાપાડામાં નોંધાયો છે. આ સિવાય જૂનાગઢના માણાવદરમાં 6.5 ઇંચ, માંગરોળમાં 7 ઇંચ અને વંથલીમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો દ્વારકામાં 6.5 ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં 6 ઈંચ, પોરબંદરના કુતિયાણા અને રાજકોટના ગોંડલમાં પોણા 6 ઈંચ વરસાદ નોંધાયો છે.

17 તાલુકામાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો

17 તાલુકામાં 4 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા અનુસાર, ગુજરાતના 17 તાલુકામાં 4 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત 34 તાલુકામાં ૩ ઇંચ કરતા વધારે, 54 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ, 101 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સતત ભારે વરસાદ વર્ષી રહ્યો છે.

આજે સવારથી જ 36 તાલુકાઓમાં વરસાદ

આજે સવારથી જ 36 તાલુકાઓમાં વરસાદ

આજના દિવસની વરસાદની વાત કરીએ તો આજે સવારથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ વર્ષી રહ્યો છે. સવારથી ગુજરાતના 36 તાલુકાઓમાંથી વરસાદના સમાચાર છે. સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા વચ્ચે લાલપુરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે હવામાન વિભાગે આગામી 15 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ માહોલના કારણે રાજ્યમાં વરસાદની મોટા ભાગની ઘટ પુરી થવાની સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X