મહેસાણામાં થયેલ જૂથ અથડામણમાં 2 ઘાયલ, 15 લોકોની ધરપકડ

Subscribe to Oneindia News

મહેસાણામાં નવરાત્રી સમયે નાગલપુર ગામે કોમી હિંસા ફાટી નીકળી હતી. બે જૂથો વચ્ચે વાળીનાથ ચોકથી રામજી મંદિર વચ્ચે થયેલા પથ્થરમારાએ તંગદિલી સર્જી હતી. ઉશ્કેરાયેલા ટોળાએ 3 વાહનો અને દુકાનોને આગ ચાંપી હતી, જ્યારે 3 દુકાનોને તોડી પાડી હતી. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કાફલાએ 15થી વધુની ધરપકડ કરી હતી. આ ઘટનામાં બંને પક્ષના કુલ 11 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઇ હતી.

clash

મળતી માહિતી અનુસાર નાગલપુર કોલેજ પાસે બેઠેલા સમીર સૈયદને પૂર્વ કોર્પોરેટર ગફુરભાઇ દેસાઇના પુત્ર અનિલનું બુલેટ અડી જતાં બોલાચાલી થઇ હતી. જેમાં બીજા લોકોએ સમાધાન કરાવ્યુ હતું. એ બાદ અનિલ દેસાઇ વાળીનાથ ચોકમાં જય દ્વારકાધીશ નામની ચાની લારી પર ઊભો હતો, તે સમયે લઘુમતીઓનું ટોળું અહીં આવતાં મામલો ગરમાયો હતો અને ગણતરીની મિનિટોમાં રબારી અને લઘુમતીઓનું ટોળું હથિયારો સાથે એકબીજાની સામે આવી જતાં તંગદિલી સર્જાઇ હતી. વાળીનાથ ચોકથી રામજી મંદિર વચ્ચે દોઢ કલાક સુધી સામસામે થયેલા પથ્થરમારામાં ઉશ્કેરાયેલા ટોળાએ 3 વાહનો અને 1 દુકાનને આગ ચાંપી હતી.

English summary
15 people were arrested in a clash in Mehsana. Read More details...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.