ઋત્વિજ પટેલને મહેસાણામાં એક યુવકે માર્યો તમાચો

Subscribe to Oneindia News

મહેસાણાઃ યુવા ભાજપ મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલને એક યુવાને તમાચો માર્યો છે. આજે ઋત્વિજ મહેસાણા ખાતે સરદાર પટેલના સન્માનમાં નીકાળવામાં આવેલી બાઇક રેલીમાં હાજરી આપવા માટે આવ્યા હતા. ભાજપ દ્વારા કરવામાં આવેલા આ કાર્યક્રમમાં સમારોહ સ્થળે બાઈક રેલી કાઢી ફુલહાર કરવા જતી વખતે ટોળામાંથી એક યુવાને ઋત્વિજ પટેલને તમાચો માર્યો હતો. જે બાદ પોલીસે યુવાનની અટકાયત કરી. નોંધનીય છે કે આ રેલી પહેલા જ પોલીસ દ્વારા ચાંપતો બંદોવસ્ત કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ ઘટના થઇ હતી.

rutvij patel

એટલું જ નહીં મહેસાણામાં રેલી પહેલા જ પોલીસે SPG અને પાસના નેતાઓની અટકાયત કરી હતી. મહેસાણા ખાતે ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ આજે મહેસાણામાં રેલી અને સભા યોજશે જેને લઇ લાલજી પટેલની અટકાયત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ઋત્વિજ પટેલની સભામાં પાસ દ્વારા અગાઉ સુરત અને જૂનાગઢ ખાતે રેલીમાં પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. અને તેમની પર ટામેટા, ઇંડા અને શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પગલે પાસ અને SPG દ્વારા વિરોધ થવાનીની શક્યતાના લીધે જ પોલીસે અટકાયત કરી હતી. જેમાં SPGના લાલજી પટેલ અને પાસના સતીશ પટેલ તેમજ સુરેશ ઠાકરેની અટકાયત કરવામાં આવી હતી. તેમ છતાં ઋત્વિજ પટેલને યુવક દ્વારા તમાચો મારવામાં આવ્યો હતો.

English summary
Mehsana: One boy slap Bjp leader Dr. Rutvij Patel. Read more news on it.
Please Wait while comments are loading...