Today's ગુજરાતઃ સસ્તાં સોનાની લાલચમાં ગુમાવ્યા 16.80 લાખ
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજકોટના એક સોના વેપારીને સસ્તું સોનું ખરીદવાની લાલચ મોંઘી પડી છે. ચાર શખ્સોએ લાભ જ્વલર્સના ભાવેશ બારભાયાને 16.80 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. મળતી માહિતી અનુસાર પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તાર ખાતે પાંચ શખ્સોએ મહિલા અને ભત્રીજાનું અપહરણ કર્યું હતું, બાદમાં તેમની સાથે મારપીટ કરી હતી અને મહિલાના ઘરમાં તોડફોડ કરી હતી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સસ્તાં સોનાની લાલચમાં ગુમાવ્યા 16.80 લાખ
રાજકોટના એક સોના વેપારીને સસ્તું સોનું ખરીદવાની લાલચ મોંઘી પડી છે. ચાર શખ્સોએ લાભ જ્વલર્સના ભાવેશ બારભાયાને 16.80 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદી ભાવેશ બારભાયાએ હિતેષ ધારૈયા, દમણના રાજુ, કૌશિક તથા રાકેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ આ અંગે તપાસ ચલાવી રહી છે.

પોરબંદરમાં મહિલા અને ભત્રીજાનું અપહરણ
મળતી માહિતી અનુસાર પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તાર ખાતે પાંચ શખ્સોએ મહિલા અને ભત્રીજાનું અપહરણ કર્યું હતું, બાદમાં તેમની સાથે મારપીટ કરી હતી અને મહિલાના ઘરમાં તોડફોડ કરી હતી. પ્રાથમિક તારણ અનુસાર આ ઘટના પાછળ પ્રેમ સંબંધ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

રાજકોટઃ પડોશીએ તરૂણી પર ગુજાર્યો બળાત્કાર
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલા જયપ્રકાશનગર-6માં રહેતા જનકભાઇ નાગરભાઇ પરમાર નામના યુવાને પાડોશમાં રહેતા પીયુષ ભીખાભાઇ દાફડા નામના શખ્સ વિરુદ્ધ તરૂણીને ઉઠાવી જઇ બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

અમદાવાદઃ શોર્ટ સર્કિટ તથા સ્કૂલ વાન સળગી
અમદાવાદના કુબેરનગરમાં આવેલી માતૃછાયા સોસાયટી ખાતે એક સ્કૂલ વાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની ઘટના ઘટી છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી. જોકે વાન સંપૂર્ણપણે સળગી ગઇ હતી. જોકે વાનમાં બેસેલા બાળકોનો બચાવ થઇ ગયો હતો.

અમદાવાદઃ ચાંદલોડિયામાં ગેસનો બાટલો ફાટ્યો
અમદાવાદના ચાંદલોડિયા તળાવ પાછળ શિલ્પન સોસાયટીમાં આજે સવારે એક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો હતો અને ઘરમાં આગ લાગી હતી. જેની જાણ ફાયરબ્રિગેડને થતાં સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જાનહાનિના કોઇ અહેવાલ હજુ સુધી મળ્યા નથી.












Click it and Unblock the Notifications
