• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગુજરાત જિંદાબાદ' અને 'હમ ફિર વાપસ આયેંગે' નારા લગાવતાં 1642 પ્રવાસીઓએ વિદાઈ લીધી, Video

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ કોરોના લૉકડાઉન દરમિયાન ગુજરાતમાં ફસાયેલા અન્ય રાજ્યના લોકો સતત પોતાના ઘરે ફરી રહ્યા છે. વાહન ના મળવાથી પરેશાન આ પ્રવાસી શ્રમિકો દ્વારા ગત કેટલાક દિવસોમાં વિરોધ પ્રદર્શન પણ થયો છે. ભીડના સ્વરૂપમાં એકત્રિત થઈ હિંસા પણ કરી. અહીં ફસાઈ રહેલા બાહરી લોકોએ ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું. ગુજરાતીઓ માટે પણ ખરું-ખોટું કહયું. પરંતુ આજ રાજકોટથી જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે કે પ્રવાસીઓ ખુશી-ખુશી પોાના ગૃહરાજ્યોએ પરત ફરી રહ્યા છે. ગુજરાથી ચાલેલ સ્પેશિયલ રેલવેમાં જ્યારે તેઓ સવાર થયા અને ખાવાનું મળ્યું તો વખાણ કરવા લાગ્યા. ભારે સંખ્યા પોતાના રાજ્યોમાં પરત ફરી રહેલા લોકોના મોઢેથી 'ગુજરાત જિંદાબાદ' અને 'હમ ફિર વાપસ આયેંગે'ના નારા સાંભળવા મળ્યા.

રાજકોટથી ખુશી ખુશી યૂપી રવાના થયા પ્રવાસીઓ

રાજકોટથી ખુશી ખુશી યૂપી રવાના થયા પ્રવાસીઓ

સંવાદદાતાએ આવા જ એક પ્રવાસીઓનો વીડિયો મોકલ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રવાસી શ્રમિકો સરકારી વ્યવસ્થાઓથી સંતુષ્ટ હતા. અહીંથી 1642 શ્રમિક પોતાના ગૃહરાજ્યો માટે રવાના થયા હતા. તેમાંથી મોટાભાગનાઓએ કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યની રૂપાણી સરકારનો આભાર માન્યો હતો. ગુરુવારે રાજકોટથી ઉત્તર પ્રદેશના લખનઉ માટે ટ્રેન નીકળી હતી. ત્યારે તેમા ંસવાર થઈ રહેલ એક પ્રવાસી રાજેશ પાંડેએ કહ્યું, હું પડધરીની એક ફેક્ટરીમાં કામ કરતો હતો. બે મહિનાથી કામ ના થયું હોવા છતાં મારા માલિકે મારી સારી દેખભાળ કરી. અત્યારે પરિવારની ચિંતાના કારણે હું મારા ઘરે પરત ફરી રહ્યો છું.

Recommended Video

'गुजरात जिंदाबाद' और 'हम फिर वापस आएंगे' नारे लगाते हुए विदा हुए 1642 प्रवासी, VIDEO
આવી રીતે ગુજરાતીઓનો આભાર માન્યો

આવી રીતે ગુજરાતીઓનો આભાર માન્યો

રાજેશ પાંડેએ આગળ કહ્યું કે, હું માત્ર ઈશ્વરને પ્રાર્થના કરું છું કે જલદી જ સ્થિતિ સામાન્ય થઈ જાય અને પાછો રાજકોટ આવી શકું. કેમ કે ગુજરાતથી જે પ્રેમ મળી શકે છે તેવો બીજે ક્યાંયથી નહિ મળે. અમારી યાત્રા માટે ભોજન અને પાણીની વ્યવસ્થઆ કરવા માટે પ્રશાસનનો આભાર વ્યક્ત કરું છું.

આવી જ રીતે એક દિવ્યાંગ શ્રમિક અજય કુમારે દિલ ખોલીને ગુજરાતના વખાણ કર્યાં. કહ્યું કે, હું વિકલાંગ છું. પરંતુ હું જણાવવા માંગું છું કે મને અહીં કામની સથે પ્યાર પણ મળ્યો. બધા સાથી કર્મચારીઓએ પ્રત્યેક જરૂરતમાં મારી શક્ય તમામ મદદ કરી. લૉકડાઉન છતાં મારી વતન વાપસી માટે પ્રશાસને સારી વ્યવસ્થા કરી છે. રાજકોટને રંગીલું કહેવામાં આવે છે, કેમ કે અહીંના લોકોમાં પ્રેમ અને ભાઈચારાનો રંગ ભરેલો હોય છે.

ગુજરાતમાં આ ઈંતેજામ પ્રવાસીઓ માટે થયા

ગુજરાતમાં આ ઈંતેજામ પ્રવાસીઓ માટે થયા

માહિતી મુજબ બે અઠવાડિયામાં રાજકોટથી 1 લાખથી વધુ શ્રમિકો પોતાના વતન પરત ફર્યા છે. એવા શ્રમિકો માટે ટિકિટ ઉપરાંત માસ્ક, સેનિટાઈઝર, પાણી અને ફૂડ પેકેટ પણ કાનુડા મિત્ર મંડળ દ્વારા આપવામાં આવ્યા. એટલું જ નહિ બાળકો માટે ચૉકલેટ અને રમકડાં પણ આપવામાં આવ્યાં છે. પ્રશાસન દ્વારા સોશિયલ ડિસ્ટેન્સિંગનું ધ્યાન રાખતાં ટ્રેનમાં બેસવા અને આરામ કરવાની પણ વ્યવસ્થા રાખવામાં આવી. ટ્રેનમાં બેસતા પહેલા બધાના મેડિકલ ચેકઅપ કરી જરૂરી દવાઓ અને સૂચનાઓ પણ રેલવે પ્રશાસન દ્વારા આપવામાં આવી.

સુરતમાં બે બાળાઓની છેડતી કરનાર શખ્શની પોલિસે કરી અટકાયતસુરતમાં બે બાળાઓની છેડતી કરનાર શખ્શની પોલિસે કરી અટકાયત

English summary
migrant workers leave rajkot with slogans of gujarat zindabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X