ગુજરાતથી યુપી જવા નીકળેલી બસને બોર્ડર પર રોકી, નારાજ મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

ગુજરાતથી યુપી જવા નીકળેલી બસને બોર્ડર પર રોકી, નારાજ મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કર્યો

અમદાવાદઃ ગુજરાતના સુરતથી ઉત્તર પ્રદેશ જઈ રહેલી પ્રવાસી મજૂરોની બસને પ્રશાસનિક કારણોસર શનિવારે જ રોકી લેવામાં આવી હતી જેનાથી ભડકેલા પ્રવાસી મજૂરોએ ગુજરાત પોલીસ પર પથ્થરમારો કરી દીધો. અધિકારીઓ તરફથી આ જાણકારી આપવામાં આવી. એક અધિકારીએ કહ્યું કે વડોદરામાં વાઘોડિયા પાસે હલોલ ચેક પોસ્ટ પર બસ રોકવામાં આવી હતી કેમ કે તેમની પાસે આગળ જવાની મંજૂરી નહોતી. જેનાથી ઉત્તેજિત મજુરોએ પોલીસ પર પથ્થરમારો કરી દીધો.

migrant

વાઘોડિયા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ જવા માટે માન્ય પાસ ના હોવાના કારણે બસને રોકી લેવામાં આવી હતી. કેટલાક મજૂરોએ તેનો વિરોધ કરતા પથ્થર ફેંક્યા અને સ્થિતિને નિયંત્રિત કરવા માટે અમે હળવો લાઠી ચાર્જ કર્યો. તેમણે કહ્યું કે આ શખ્સો પર દંગા, ગેરકાનૂની જમાવડો અને હુમલા કરવાના આરોપસર કેસ નોંધવામાં આવ્યા છે, પરંતુ ધરપકડ નથી થઈ.

અધિકારીઓએ કહ્યું કે સુરતથી ઉત્તર પ્રદેશના રસ્તામાં આવતા કેટલાય પ્રવાસી મજૂરોને ગુજરાત અને મધ્ય પ્રદેશમાં રસ્તામાં જ રોકી લેવામાં આવ્યા કેમ કે હજી સુધી તેમને તેમના રાજ્યમાં પ્રવેશવાની મંજૂરી મળી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X