For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇડરના બાદરપુર ગામમાં દૂધ સંગ્રહ કૂલિંગ સેન્ટરનો શુભારંભ

|
Google Oneindia Gujarati News

milk
ઇડર, 23 એપ્રિલ : સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બાદરપુરા ગામે સામાજિક અને ન્યાય અધિકારી મંત્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં દૂધ સંગ્રહ કુલીંગ સેન્ટરને ખુલ્લુ મુકાયું હતું.
આ પ્રસંગે મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે, જિલ્લાના ઇડર તાલુકાના ખેડૂતોનો પૂરક વ્યવસાય તરીકે પશુપાલનનો સારો એવો વિકાસ થયો છે. જિલ્લામાં આવેલી આકોદરા એનિમલ હોસ્ટેલથી દેશમાં પશુપાલન ઉછેરમાં એક નવી ક્રાંતિ આવી છે. ત્યારે જિલ્લાના વધુમાં વધુ પશુપાલકો આનો લાભ લઇ શકે તે માટે રાજય સરકાર ધ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.

રમણલાલ વોરાએ વધુમાં જણાવ્યું હતુ કે, આગામી સમય શ્વેતક્રાંતિની દુનિયાનો છે ત્યારે જિલ્લામાં આકાર પામનાર કામધેનુ યુનિર્વસિટીનું દેશ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થશે. આ પ્રસંગે સાબર ડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલે પ્રસંગોચિત ઉદબોધન કર્યુ હતું.

આ કુલીંગ સેન્ટરના શુભારંભ પ્રસંગે સાબર ડેરીના ડિરેકટર લીલાચંદભાઇ પટેલ, ધૂળાભાઇ પટેલ સહિત બાદરપુર દૂધ ઉત્પાદક સંઘના સેક્રેટરી,ચેરમેન તથા સભાસદો સહિત ગામના પશુપાલકો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Milk cooling center started at Idar's Badarpur village.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X