For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૂનિયર ડૉક્ટરના પ્રતિનિધિઓએ આરોગ્ય મંત્રી નિમિષા સુથાર સાથે કરી બેઠક

જનહિતલક્ષી અને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપીને હડતાલ પાછી ખેંચી લેવા મંત્રીએ કર્યો અનુરોધ હતો. રાજ્યના જુનિયર તબીબો દ્વારા તેમના પ્રશ્નો સંદર્ભે હાલ જે હડતાલ ચાલી રહી છે તે સંદર્ભે આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે આજ

|
Google Oneindia Gujarati News

જનહિતલક્ષી અને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપીને હડતાલ પાછી ખેંચી લેવા મંત્રીએ કર્યો અનુરોધ હતો. રાજ્યના જુનિયર તબીબો દ્વારા તેમના પ્રશ્નો સંદર્ભે હાલ જે હડતાલ ચાલી રહી છે તે સંદર્ભે આરોગ્ય રાજયમંત્રી નિમિષાબેન સુથારે આજે ગાંધીનગર અને ગોધરા ખાતે એમના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.

Nimisha Suthar

આ બેઠકમાં તેમણે જુનિયર ડોક્ટર એસોસિએશનના પ્રતિનિધિઓના વિવિધ પ્રશ્નો અને રજુઆતો સાંભળી હતી તેમજ સૌને માનવસેવાના આ મહાયજ્ઞમાં જોડાઈ જવા અનુરોધ કર્યો હતો.

મંત્રીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ આ તમામ પ્રશ્નોના ત્વરિત,જનહિતલક્ષી અને યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપીને હડતાળ પાછી ખેંચી લેવા અનુરોધ કર્યો હતો.

English summary
Minister of State for Health urges doctors to call off strike
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X